Tue Oct 06 2026

Logo

યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે દબાણ, બે દિવસમાં વિદેશી રોકાણકારોની ₹19,837 કરોડની વેચવાલી

2026-04-05 15:49:00
Author: chandrakant Kanoja
યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે દબાણ, બે દિવસમાં વિદેશી રોકાણકારોની  ₹19,837 કરોડની વેચવાલી

મુંબઈ: મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારમાં પણ દબાણ વધી રહ્યું છે. જેમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના લીધે બજારનું સેન્ટિમેન્ટ  ખરડાયું છે. જેમાં માત્ર બે દિવસમાં જ વિદેશી રોકાણકારોએ આશરે ₹19,837 કરોડની વેચચાલી કરી છે.  જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે.

આ આંકડો ચિંતાજનક 

ભારતીય શેરબજારમાં જોવા મળેલી આ વિદેશી રોકાણકારોનીએ વેચવાલી અચાનક નથી. પરંતુ ગત માસ માર્ચમાં પણ ભારતીય બજારના સેન્ટિમેન્ટ ખરાબ હતા. જેમાં વિદેશી રોકાણકારોએ રેકોર્ડ ₹1.17 લાખ કરોડની વેચવાલી કરી હતી. વર્ષ  2026 ની શરૂઆતથી  કુલ ઉપાડ ₹1.5 લાખ કરોડ થયો છે. આ આંકડો ચિંતાજનક છે કારણ કે, ફેબ્રુઆરીમાં પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિઓએ ફરી એકવાર સ્થિતિ બદલી નાખી છે.

રોકાણકારો  સુરક્ષિત વિકલ્પો તરફ વળ્યા 

વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણો પર  નજર કરીએ તો જણાશે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા જતા ભૂરાજકીય તણાવે રોકાણકારોને હેરાન થયા છે.  જ્યારે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે.  ત્યારે રોકાણકારો જોખમી બજારો જેમ કે શેરબજારમાંથી તેમની મૂડી પાછી ખેંચી લે છે અને સુરક્ષિત વિકલ્પો તરફ વળે છે.

ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરના આંકને વટાવી ગયો

આ ઉપરાંત ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરના આંકને વટાવી ગયો છે. ભારત તેની મોટાભાગની ક્રૂડને આયાત કરે છે. તેથી મોંઘુ ક્રૂડ આપણા અર્થતંત્ર અને આપણા બજારો બંને માટે હાનિકારક સાબિત થયા છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. યુદ્ધ શરૂ થયા પછી, તેમાં લગભગ 4 ટકા ઘટાડો થયો છે. આ ઘટતા રૂપિયાને કારણે  વિદેશી રોકાણકારો ભારતમાં તેમના રોકાણ માટે જોખમ ગણે છે.