Thu Jul 23 2026

Logo

ગુજરાત નશાબંધીના ભ્રષ્ટાચાર બદલ મહિલા સહિત ક્યા 5 અધિકારીને હટાવી દેવાયા ?

2026-05-22 11:58:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતનો નશાબંધી વિભાગ  મોટા પાયે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયો છે.આ ભ્રષ્ટાચારને કારણે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગની બદનામી થઈ રહી હતી. આ ભ્રષ્ટાચારની ફરિયાદો છેક મુખ્યમંત્રીની ઓફિસ સુધી પહોંચી ગઈ હતી. આથી ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું અને નશાબંધી વિભાગના એક મહિલા અધિકારી સહિત કુલ 5 અધિકારીઓને તેમના પદ પરથી હટાવી દીધા હતા.

ક્યા 5 અધિકારીને હટાવી દેવાયા

મહેસાણા જિલ્લા અધિક્ષક અમીતાબેન પટેલ
અમદાવાદમાં નાયબ નિરીક્ષક અનિલ ગણવા
નાયબ નિયામક કેતન એ. દેસાઈ
નડિયાદ નિરીક્ષક શૈલેષ રબારી
આણંદ નિરીક્ષક વિપુલ પટેલ  

ઉલ્લેખનીય છે કે રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગમાં વર્ષોથી બેફામ ભ્રષ્ટાચાર થાય છે. આ અંગેની ફરિયાદ ગૃહવિભાગ સુઝી પહોંચી હતી. જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરીને પાંચ અધિકારીઓને હટાવી દેવાયા હતા. ઉપરાંત આ પાંચેય વિવાદાસ્પદ અધિકારીઓને વેઇટીંગ ફોર. પોસ્ટમાં મૂકી દેવાયાં હતા. ગૃહવિભાગની આ કાર્યવાહીને પગલે રાજ્ય નશાબંધી વિભાગમાં ફફડાટ ફેલાયો હતો.