Fri May 22 2026

Logo

ભાજપે દક્ષિણ ગુજરાતની 11 નગરપાલિકામાં કોને બનાવ્યા પ્રમુખ, ઉપપ્રમુખ ? અન્ય હોદ્દાઓ પર કરી કોની નિમણૂક ?

2026-05-21 09:34:00
Author: Mumbai Samachar Team
Article Image

સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ હવે 23 દિવસ બાદ નગરપાલિકાના પ્રમુખ સહિતના મોટા અને મહત્ત્વના પદ પર અધિકારીની નિયુક્તિ જાહેર કરવામાં આવી છે. 77 નગરપાલિકાઓમાં જે તે વ્યક્તિને આ અંગેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતની 11 નગરપાલિકાઓમાં પણ પ્રમુખ નક્કી થઈ ચૂક્યા છે. ઉમરગામમાં પ્રમુખ તરીકે ખુશ્બુ શૈલેષભાઈ જાદવ તથા ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ દાંડેકર, કારોબારી ચેરમેન તરીકે ગૌરવ કોન્ટ્રાક્ટર, પક્ષના નેતા તરીકે વાસુમતિ પટેલ તથા દંડક તરીકે મિત વાઘેલાને જવાબદારી સોંપાઈ છે. 

ગણદેવીમાં પદાધિકારીઓની નિયુક્તિ
ગણદેવીમાં પ્રમુખ અનિતાબેન દિનેશભાઈ ભંડારી, ઉપપ્રમુખ રાજેશકુમાર ઈશ્વરલાલ પટેલ, કારોબારી ચેરમેન તરીકે પિનાકીન પ્રફુલચંદ્ર પંડયા, પક્ષના નેતા કેયુરભાઈ કુલીચંદ્ર વશી, દંડક તરીકે જયલક્ષ્મીબેન શ્રીનીવાસની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે બારડોલીમાં પ્રમુખ તરીકે નિલમબેન દેવલકુમાર વ્યાસ, ઉપપ્રમુખ તરીકે મિનેષભાઈ વનમાળીભાઈ પટેલ,  કારોબારી ચેરમેન તરીકે જેનીષ ઈશ્વરભાઈ ભંડારી,  પક્ષના નેતા તરીકે અમરસિંહ પ્રતાપસિહ સોલંકી,  દંડક તરીકે ડૉ. ભાવિનકાંત નવીનકાંત ચૌધરીની નિયુક્તિ કરવામાં આવે છે. જ્યારે માંડવીમાં પ્રમુખ તરીકે અમિષાબેન વિનોદકુમાર રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ નરપતસિંહ અટોદરીય,  કારોબારી ચેરમેન સુનીલ નટુભાઈ રબારી, પક્ષના નેતા તરીકે યોગેશકુમાર ચૌધરી તથા દંડક તરીકે પિનાલીબેન  ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી છે.

મહિલાઓને આપવામાં આવ્યું નેતૃત્વ
તરસાડીમાં પ્રમુખ તરીકે રશ્મીબેન પ્રકાશચંદ્ર રાવલ, ઉપપ્રમુખ સુનિલભાઈ ભાણજીભાઈ રાઘવાર,  કારોબારી ચેરમેન તરીકે દિગ્વિજય નરપતસિંહ ચૌહાણ, પક્ષના નેતા કલ્પનાબેન નરેશભાઈ પટેલ ,દંડક તરીકે અનિકેતભાઈ મહેશભાઈ વસાવાની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે કડોદરામાં પ્રમુખ તરીકે રામભાઈ ચોસલા, ઉપ પ્રમુખ તરીકે અમીષા મૈસુરિયા, કારોબારી ચેરમેન તરીકે સંજયકુમાર શર્મા, પક્ષના નેતા તરીકે અનિલકુમાર સિંહ, દંડક તરીકે દીપકભાઈ કુમાવતની નિયુક્તિ કરવામાં આવી છે.

વ્યારામાં પ્રમુખ તરીકે પ્રિયાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે અનિશકુમાર ચૌધરી, કારોબારી ચેરમેન તરીકે તેજસભાઈ પંચાલ, કારોબારી ચેરમેન તરીકે તેજસભાઈ પંચાલ, પક્ષના નેતા તરીકે જયેશભાઈ રાઠોડ અને દંડક તરીકે હેતલબેન ભદાણેની નિયુક્તિ કરવામાં આવી છે. આ સિવાય ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, રાજપીપળાના પદાધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે.