નવી દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતની શરૂઆતની મેચોમાં ઓપનર અભિષેક શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. વર્લ્ડ કપની પહેલી ત્રણ મેચમાં અભિષેક શૂન્ય રન પર આઉટ થયો હતો, ત્યાર બાદ તેણે ફોર્મ પાછું મેળવ્યું અને ફાઈનલ મેચમાં 52 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. હવે અભિષેકે જણાવ્યું કે કેવી રીતે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગૌતમ ગંભીર તેને આ મુશ્કેલ સમયમાં સાથ આપ્યો.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતની પહેલી મેચ USA સામે હતી જેમાં અભિષેક શૂન્ય રન પર આઉટ થયો હતો, ત્યાર બાદ ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચમાં પણ ખાતું ન ખોલાવી શક્યો. ત્યાર બાદ નેધરલેન્ડ્સ જેવી નબળી ટીમ સામે પણ સતત ત્રીજી વાર શૂન્યરન પર આઉટ થયો. જેને કારણે અભિષેકની ટીકા કરવામાં આવી રહી હતી, લોકો તેને પ્લેઇંગ-11ની બહાર કરવાનો માંગ કરી રહ્યા હતાં.
ખરાબ ફોર્મને કારણે અભિષેક પણ નિરાશામાં ગરકાવ થઇ રહ્યો હતો અને પોતે ક્યાં કાચો પડી રહ્યો છે, એ અંગે સતત વિચાર કરી રહ્યો હતો. ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીરે આ મુશ્કેલ સમયમાં તેને સાથ આપ્યો.
BCCI
ફોન ઉપાડ અને.....:
એક કોન્ક્લેવમાં વાત કરતા અભિષેકે જણાવ્યું કે, "ટીકા થવી સ્વાભાવિક છે કારણ કે લોકોને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે, ટીકા થતા ખરાબ લાગે છે. ત્રણ વખત શૂન્ય પર આઉટ થયા બાદ સૂર્યા, ગૌતમ ગંભીર સર અને હાર્દિક પંડ્યા મારી પાસે આવ્યા અને કહ્યું, 'ફોન ઉપાડ, હમણાં જ સોશિયલ મીડિયા ડિલીટ કર.'"
અભિષેકે કહ્યું, " સોશિયલ મીડિયા ડિલીટ કરવાથી થોડી મદદ મળી, કેમ કે લોકો તરફથી સતત સૂચનો અને ટિપ્પણીઓ મળી રહી હતી. ક્રિકેટરનું જીવન આવું જ હોય છે. તમારી ટીકા પણ થશે, તમારે બસ સંભાળવાનું છે. ક્યારેક તમે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરો છો અને ક્યારેક એવુંનાથી થતું.”
ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ મેચમાં તેણે 21 બોલમાં 52 રનની ઇનિંગ રમી, તેણે સંજુ સેમસન સાથે 98 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરીને ભારત માટે મજબૂત શરૂઆત આપાવી, જેને કારણે ટીમ ચેમ્પિયન બની.