દર્શન ભાવસાર
માલદાર કેવી રીતે થવાય?
* ઉધાર માલ લઈ- રોકડે વેંચી- રકમ ગપચાવી જવાની...
કાંણો મામો કેવો હોય?
* બારમા ખેલાડી જેવો...
લગ્નમાં ફટાણા તો છૂટાછેડા વખતે શું ગવાય?
* અપલખ્ખણ, અવગુણ, અપમાન અને અપયશના ગાન...
બાયોલોજી- સોશિયોલોજીની જેમ પ્રેમોલોજી ભણાવાય તો?
* ક્લાસના બદલે હોલ રાખવો પડે... સો ટકા હાજરી ગેરેન્ટેડ ...
શેની ગડ ના વળે?
* ભાંજગડની....
આંગણું વાંકું હોય તો?
* વાંકી નાચનારીને લાવજે તો એને બધું સીધું લાગશે ...
સળગતા પ્રશ્નોની ચર્ચા ક્યાં થાય?
* એરકન્ડિશન્ડ ઓફિસમાં...કોલ્ડ ડ્રિન્કસ સાથે...
બદામ ખાવાથી શું યાદ રહે?
* ફરીથી (મફ્ત) બદામ ખાવાનું...
યાદશક્તિ કેમ ટૂંકી હોય?
* લાંબી ના હોય એટલે.
કજિયાળી સાસુ અને વઢકણી વહુ હોય તો સસરાજી કેવા હોય?
* શાંત ગુસ્સાવાળા ...
ભગવાન પ્રાર્થના ના સાંભળે તો?
* નસીબ તમારા...
લાંબા જોડે ટૂંકો જાય તો.?
* જવા દો...
સમુદ્રમંથન થાય તો તળાવ - ખાબોચિયામાં શું?
* ખોબલે ખોબલે ચિંતન...
કૂવામાં ના હોય તો હવાડાનું શું થાય?
* શૂન્યમાંથી શૂન્ય બાદ કરો એના જેવું ...
વાંકદેખા ક્યાં દેખાય?
* આ રહ્યા ... તમારી પાછળ!