Tue Aug 18 2026

Logo

ઓવરસીઝમાં ઇમરાન હાશ્મીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની 'આવારાપન 2',  આટલા દેશોમાં કરી જોરદાર કમાણી

2026-08-17 17:47:05
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ઇમરાન હાશ્મી અને દિશા પટનીની જોડીએ બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. બંનેની જોડી ફિલ્મ 'આવારાપન 2' દ્વારા સ્ક્રીન પર છવાઈ છે. ફિલ્મ 'આવારાપન 2' દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. જેનો સીધો ફાયદો બોક્સઓફિસ પર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડમાં 70 કરોડથી વધુ કલેક્શન કર્યું છે આ સાથે જ ઓવરસીઝ માર્કેટમાં પણ તેનો દબદબો જોવા મળ્યો હતો. 

'આવારાપન 2'એ વર્લ્ડવાઇડ 100 કરોડ ક્લ્બમાં પ્રવેશ કર્યો 

ઇમરાન હાશ્મીની ફિલ્મ 'આવારાપન 2'ને રજાનો ભરપૂર ફાયદો મળ્યો હતો. આ મૂવીએ બોક્સઓફિસ પર બે દિવસમાં જ રેકોર્ડબ્રેક કમાણી કરી લીધી હતી. જો કે શનિવારની તુલનામાં રવિવારે કમાણી 23.0 ટકા જેટલી ઘટી હતી, પરંતુ છતાં 3 દિવસોમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. રવિવારે આ ફિલ્મે 26 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યાર બાદ ઇન્ડિયા નેટ કલેક્શન 81.75 કરોડ રૂપિયા થઈ ગયું હતું. ઓવરસીઝમાં 19.30 કરોડ રૂપિયા અને વર્લ્ડવાઇડ 117.40 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. 

ઓવરસીઝમાં ઇમરાન હાશ્મીની હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ બની 

ફિલ્મ ક્રિટીકએ એક્સ પર પોસ્ટ શેર કરી જાણકારી આપી હતી કે ફિલ્મ ઓવરસીઝ માર્કેટમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મે પોતાના ઓપનિંગ વીકેન્ડમાં 50% બિઝનેસ દુબઇ અને ગલ્ફ દેશોમાં કર્યું હતું. એક પોસ્ટ અનુસાર ફક્ત ઓપનિંગ વીકેન્ડમાં જ 'આવારાપન 2' ઇમરાન હાશ્મીની સોલો ઓવરસીઝમાં હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ચુકી છે. 

'આવરાપન 2'એ આ દેશોમાં કરી સૌથી વધુ કમાણી 

ફિલ્મ 'આવરાપન 2' એ ઓવરસીઝમાં શરૂઆતના સપ્તાહમાં 19.31 કરોડની કમાણી કરી હતી, જેમાં યુએઈ, યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. 'આવારાપન 2' એ બોક્સઓફિસ પર એક પછી એક રેકોર્ડ્સ બનાવ્યા છે. હવે આ ફિલ્મ 2026 ની ત્રીજી હાઈએસ્ટ વીકેન્ડ ઓપનર બની ચુકી છે. જેમાં પ્રથમ અને બીજા સ્થાને 'ધુરંધર 2', 'બોર્ડર 2', છે. આ ફિલ્મે અન્ય ફિલ્મોને પછાડી દીધી છે.