Tue Aug 18 2026

Logo

ફાયદાની વાતઃ નકામી સોલાર પેનલ્સમાંથી કિંમતી ધાતુઓ મેળવો અને પર્યાવરણ બચાવવાની સાથે કરોડોની કમાણી કરો!

2026-08-17 21:17:14
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્લી: દુનિયાભરમાં સૌર ઊર્જાને લઈને હવે લોકોમાં જાગૃતિ વધી રહી છે. આ સોલાર પાવરનો ઉપયોગ પણ ઝડપથી વધી રહ્યો છે. પર્યાવરણ સામે એક પડકાર પણ ઊભો થયો છે. આ પડકાર છે કરોડો ફોટો-વોલ્ટિક પેનલોને સગેવગે કરવાનું કાર્ય એટલે કે ઉપયોગ કરાયેલી સોલાર પેનલ પોતાની સમયમર્યાદા પૂર્ણ કરી લે ત્યાર પછી તેનો નિકાલ કઈ રીતે કરવો તે બાબતે એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર 2060 સુધીમાં વિશ્વભરમાં પીવી કચરો 29.7 કરોડથી 40.2 કરોડ ટન પહોંચી શકે છે. જોકે, તેનો એક મોટો આર્થિક લાભ પણ મળશે. 

સંશોધનકારોના મતે આ બેકાર થઈ ચૂકેલા સિસ્ટમને રિસાઇકલ કરવામાં કુલ મળીને 529.1 અબજ ડોલરથી 935.5 અબજ ડોલરનો આર્થિક ફાયદો થઈ શકે છે. આ સાથે જ 3.32 અબજ ટન સુધી કાર્બન ડાયોક્સાઇડ જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે. સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ સોલાર પેનલ 25થી 30 વર્ષ સુધી કામ કરે છે. વિશ્વભરમાં ઝડપથી ઉપયોગ બાદ 2030 અને 2060 વચ્ચે પેનલનું આયુષ્ય પણ ઘટશે. 

હવે સંભાવના એવી પણ છે કે દર વર્ષે બેકાર થનારી પીવી પેનલોની સંખ્યા 2020માં ફક્ત 0.2 ટનથી વધીને 2060 સુધી 1.9 કરોડ ટનથી વધારે થઈ જશે. ચીનમાં સૌથી વધારે બેકાર હાર્ડવેર ઉત્પન્ન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે 11.28 કરોડથી 16.05 કરોડ ટન વચ્ચે હશે. બીજી તરફ ભારતમાં 2.68 કરોડથી 3.52 કરોડ ટન કચરો પેદા થવાનું અનુમાન છે. આ દુનિયાભરના કુલ કચરાના લગભગ 8.6 ટકાથી 9.2 ટકા હશે. 

કિંમતી કાચો માલ હાંસલ કરવો 
બિનઉપયોગી સોલર પેનલોમાં સિલિકોન, સિલ્વર, કોપર અને ટેલ્યુરિમ જેવા મટિરિયલ હોય છે. જો કે અમુક મોડ્યૂલમાં લેડ અને કેડમિયમ જેવા ઝેરી પદાર્થો પણ હોય છે. તેથી તેમની સુરક્ષા માટે પ્રોસેસિંગ જરૂરી છે. આ તત્વોને કાઢીને બિનઉપયોગી બની ચૂકેલા પેનલોને ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગ માટે કાચા માલના અગત્યના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય છે. છતાં હાજર રિસાયક્લિંગ ટેક્નોલોજીનો ખર્ચ, ક્ષમતા અને પર્યાવરણ પર અસરમાં અંતર છે. 

આર્થિક રૂપે નફાકારક બનાવવાનો માર્ગ 
સંશોધનકારોના મતે પીવી રિસાઇકલીંગ 2035 અને 2040 વચ્ચે આર્થિકરીતે નફાકારક સાબિત થશે. જેમ જેમ ક્ષમતાઓ ઉત્તમ બનશે, પ્રોસેસિંગનો ખર્ચ 2020 માં 342-25,50 ડોલર પ્રતિ ટનથી ઘટીને 2040 સુધીમાં 55.9-402.7 ડોલર પ્રતિ ટન થઈ જશે તેવું અનુમાન છે. પરિણામે થર્મલ ટ્રીટમેન્ટને પ્રાથમિકતા આપનારી પ્રોસેસીંગ પદ્ધતિથી આર્થિક ફાયદો અને કાર્બન ઉત્સર્જનમાં કમીનો ફાયદો મળે છે. 

સમૃદ્ધ દેશોને વધારે નફો 
આ ગ્રીન બદલાવથી અસમાનતાનું ગંભીર જોખમ પેદા થાય છે. ઉત્તમ પ્રોસેસિંગ નેટવર્ક વાળા સમૃદ્ધ દેશોને વધારે આર્થિક ફાયદો થશે, જયારે ઓછી આવક ધરાવતા સ્ક્રેપ એક્સપોર્ટ કરવા પર જ નિર્ભર રહેશે. વિકાસશીલ વિસ્તારોમાં 2060 સુધીમાં ગ્લોબલ આર્થિક ફાયદાનો ફક્ત 1.3 ટકાથી 2.1 ટકા ભાગ જ મેળવી શકાય છે. જેથી જાણવા મળે છે કે ઇન્ટરનેશનલ ટેક્નોલોજી ટ્રાન્સફર, ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અને આર્થિક મદદની કેટલી જરૂરિયાત છે. 

આ ખામીઓને દૂર કરવા માટે રિસર્ચર સબ્સિડી સ્ટ્રક્ચર સૂચવે છે, જેમાં સરકાર પ્રારંભિક તબક્કાના કાર્યો માટે સબ્સિડી આપે છે. કમર્શિયલ ઢબે કામની સફળતા મળતા ધીમે ધીમે મદદ ઓછી કરી દે છે. તે પોલિસી બનાવનાર પાસે રિકવરી કોટા નક્કી કરવા, ખાનગી મૂડીને પ્રોત્સાહન આપવા અને મહત્તમ ટેક્નોલોજી શેર કરવા અને સિલિકોન અને સિલ્વર જેવા જરૂરી એસેટ્સને વધારેમાં વધુ કાઢવાની અપીલ કરે છે.