મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાની ચર્ચા ખૂબ થાય છે, પરંતુ મુંબઈમાં ગણપતિના અનેક પંડાલ એવા છે જે ઘણા ઐતિહાસિક છે, જેમાં છ દાયકાથી વધુ જૂની આસ્થા, લોકમાન્ય તિલકના વિચારોથી પ્રેરિત સામાજિક એકતા અને ગણેશોત્સવની ભવ્યતા આ ત્રણેયનો સંગમ આ વખતે 'ફોર્ટચા રાજા' સાર્વજનિક ઉત્સવ મંડળના પંડાલમાં જોવા મળી રહ્યો છે.
65 વર્ષ જૂના પંડાલમાં આ વર્ષે રાજસ્થાનના કરણી માતાના મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં સિંહ પર સવાર 23 ફૂટના બાપ્પાને બેસાડવામાં આવ્યા છે, જ્યાં રોજના 50 હજારથી વધારે ભક્તો બાપ્પાના દર્શનાર્થે આવી રહ્યા છે. પંડાલની ભવ્યતા અને દિવ્યતા ભક્તોના મન મોહી રહી છે. અહીં પહોંચીને દરેક શ્રદ્ધાળુઓ પોતાને મુંબઈમાં હોવા છતાં કરણી મંદિર હોવાનું અનુભવે છે.
'ડિમ્પલવાળા' બાપ્પા
બાપ્પાની પ્રતિમામાં ખાસ તેમના ગાલ અને આંખો અત્યંત મોહક છે. આ માટે મંડળ અને સ્થાનિકો ભગવાન ગણેશને ડિમ્પલવાળા બાપ્પાના રૂપમાં પણ બોલાવે છે. અહીંયા બાપ્પા લોકોની મનોકામના પૂર્ણ કરનારા પણ માનવામાં આવે છે. અહીંયા ઉત્તરપ્રદેશ, બિહાર અને ત્રિવેન્દ્રમ સહિત સમગ્ર ભારતથી ભક્તો દર્શન માટે આવે છે. જેમની મનોકામના પૂર્ણ થાય છે. તેઓ અહીં આવીને પોતાના સામર્થ્ય અનુસાર ભેટ ચડાવે છે.
દેશના પ્રસિદ્ધ મંદિરોની પ્રતિકૃતિ
મળતી જાણકારી અનુસાર મંડળમાં દર વર્ષે દેશના પ્રસિદ્ધ મંદિરોની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. ગયા વર્ષે અહીંયા ગુજરાતના શ્રીનાથ ભગવાનના મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ વખતે કરણી મંદિરની પ્રતિમા બનાવવામાં આવી છે. અહીંયાના એક પદાધિકારીએ જણાવ્યું કે દરેક વ્યક્તિ માટે દરેક મંદિરોમાં પહોંચવું મુશ્કેલ છે, તેથી વિસ્તારના દરેક લોકો સાથે ચર્ચા કરીને કરણી મંદિર બનાવવાનો નિર્ણય કર્યો છે. ફોર્ટ વિસ્તારમાં જગ્યાની કમી છે, તેથી તેઓ દરેક પંડાલ બનાવતી વખતે ધ્યાન રાખે છે.
ભેટ હારની બનાવે છે અગરબત્તી
મુંબઈમાં આસ્થાના કેન્દ્ર બાપ્પાને દરેક વ્યક્તિ હાર, પ્રસાદ, દુર્વા અને ફૂલ ચડાવે છે. આખા દિવસમાં ઘણા ફૂલ, હાર ભેગા થઈ જાય છે. જેને ક્યાં રાખવા તે મોટો પડકાર છે. આ માટે ફૂલ અને હારને રોટરી ક્લબ નામની સંસ્થાને સોંપે છે. જે પોતાની ફેકટરીમાં લઇ જઈને ફૂલોની સુગંધિત અગરબત્તી બનાવે છે. જેથી લોકોને રોજગાર મળે છે. ફૂલોથી જોડાયેલી આસ્થા પણ સુરક્ષિત રહે છે. મહિલાઓ માટે અહીંયા જુદા જુદા પ્રકારની હરીફાઈ યોજવામાં આવે છે. દરેક માટે મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવે છે.
મંડળનો પરિચય
મંડળની સ્થાપના વર્ષ 1962 માં થઈ હતી. આ મંડળ મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિલકના આદર્શો, સદાચાર અને નૈતિક મૂલ્યોથી પ્રેરિત થઈને સ્થાપિત કરવામાં આવ્યું હતું. મંડળ છેલ્લા 65 વર્ષોથી નોંધાયેલી સંસ્થાના રૂપમાં પરંપરા, એકતા અને સાંસ્કૃતિક વારસાને સાચવવા માટે સમર્પિત છે.