Sun Jul 19 2026

Logo

જાણો છો, કોણ જીતશે રવિવારની ફિફા વર્લ્ડ કપ ફાઇનલ? સુપર કમ્પ્યુટરે તો નક્કી કરી લીધું છે!

New York   2026-07-16 20:02:35
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યૉર્કઃ વિક્રમજનક 48 દેશની ટીમના સમાવેશ સાથે 11મી જૂને શરૂ થયેલા 23મા ફિફા વર્લ્ડ કપની કુલ 102 મૅચ રમાઈ ગઈ અને હવે ફક્ત બે મૅચ બાકી રહી છે ત્યારે સૌને વિચાર થતો હશે કે રવિવારે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યાથી) આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેની ફાઇનલ કોણ જીતશે? આર્જેન્ટિનાને બૅક-ટુ-બૅક ટાઇટલ જીતવાની તક છે, જ્યારે સ્પેનને 2010 પછી હવે 16 વર્ષે ફરી વર્લ્ડ ચૅમ્પિયન બનવાનો મોકો છે. કરોડો ફૂટબૉલપ્રેમીઓનો ભલે કંઈ પણ મત હોય, પણ ઑપ્ટા ઍનલિસ્ટના સુપર કમ્પ્યુટર (Super computer)એ તો નક્કી કરી લીધું છે કે કોઈ ફાઇનલ જીતી જશે.

આર્જેન્ટિનાની આગેકૂચ આ વખતે કોઈ ન રોકી શક્યું, પણ હવે સ્પેન (Spain) વિઘ્ન બની શકે, કારણકે વિશ્વમાં આ એક જ દેશ એવો છે જેની ફૂટબૉલ ટીમે વર્લ્ડ કપની એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છ મૅચમાં હરીફોને એક પણ ગોલ નથી કરવા દીધો. એ જોતાં, આર્જેન્ટિનાને રવિવારે સ્પેન સામેના જંગમાં અન્ય હરીફોની સરખામણીમાં જીતવું વધુ મુશ્કેલ તો લાગશે જ.
સુપર કમ્પ્યુટરની ગણતરી મુજબ 2026ના ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્પેન ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાને હરાવશે. ટ્રોફી જીતવા વિશેની ટકાવારીમાં સ્પેનને 56.05 ટકા અને આર્જેન્ટિનાને 43.95 ટકા મળ્યા છે.

સ્પેન જીતશે તો એ એની બીજી વર્લ્ડ કપ ટ્રોફી કહેવાશે. જો આર્જેન્ટિના જીતશે તો આ ટાઇટલ ડિફેન્ડ કરનાર ત્રીજો દેશ બનશે. ઇટલી 1934માં અને 1938માં ફિફા વર્લ્ડ કપ જીત્યું હતું, જ્યારે બ્રાઝિલ 1958માં અને 1962માં ટાઇટલ જીત્યું હતું. પેલે બ્રાઝિલના ગે્રટેસ્ટ ફૂટબોલર મનાય છે અને તેમણે 1958 તથા 1962 ઉપરાંત 1970માં પણ બ્રાઝિલને વર્લ્ડ કપ જિતાડ્યો હતો.