Wed Jun 17 2026

Logo

શું તમે પણ ઈયરબડ્સનો ઉપયોગ માત્ર ગીતો સાંભળવા માટે જ કરો છો? આ રહ્યા તેના 5 'સુપર સ્માર્ટ' ફીચર્સ, પછી કહેતાં નહીં કે...

2026-06-17 18:45:23
Author: Darshana Visaria
Article Image

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન યુઝર્સ માટે ઈયરબડ્સ એક અનિવાર્ય જરૂરિયાત બની ગયા છે. જોકે, આપણામાંથી મોટાભાગના લોકો આ ઈયરબડ્સનો ઉપયોગ માત્ર મ્યુઝિક સાંભળવા, વીડિયો જોવા કે ફોન પર વાત કરવા પૂરતો જ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા નાના દેખાતા આ ઈયરબડ્સમાં એવા અનેક સ્માર્ટ ફીચર્સ છુપાયેલા છે, જેનાથી મોટા ભાગના યુઝર્સ બિલકુલ અજાણ છે? જો તમે પણ ઈયરબડ્સનો મર્યાદિત ઉપયોગ કરો છો, તો આ રિપોર્ટ ખાસ તમારા માટે છે. આજે અમે અહીં તમને ઈયર બડ્સના સિક્રેટ ફિચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ...  

ફોનને અડક્યા વગર કરો કંટ્રોલ 
આજના મોર્ડન ઈયરબડ્સમાં એડવાન્સ ટચ કંટ્રોલ ફીચર આપવામાં આવે છે. આ ફીચરની મદદથી તમે ફોનને ખિસ્સામાંથી બહાર કાઢ્યા વગર જ માત્ર એક ટૅપથી ગીતો બદલી શકો છો, મ્યુઝિક પ્લે કે પોઝ કરી શકો છો અને ફોન કોલ પણ રિસીવ કે કટ કરી શકો છો. આ ઉપરાંત, સિંગલ ટૅપથી ગૂગલ કે સિરી જેવા વૉઇસ આસિસ્ટન્ટને પણ એક્ટિવ કરી શકાય છે.

ટ્રાન્સપરન્સી મોડ: બડ્સ હટાવ્યા વગર સાંભળો બહારનો અવાજ
પ્રીમિયમ અને મિડ-રેન્જના ઈયરબડ્સમાં 'ટ્રાન્સપરન્સી' અથવા 'એમ્બિયન્ટ' મોડ મળે છે. આ ફીચર ઓન કરવાથી આસપાસનો અવાજ તમારા કાન સુધી સ્પષ્ટ પહોંચે છે રસ્તા પર ચાલતી વખતે, ઓફિસમાં કામ કરતી વખતે કે કોઈની સાથે વાત કરતી વખતે આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે આ માટે તમારે કાનમાંથી ઈયરબડ્સ બહાર કાઢવાની જરૂર પડતી નથી.

ખોવાયેલા ઈયરબડ્સ મિનિટોમાં શોધો 
ઈયરબડ્સ કદમાં ખૂબ નાના હોવાને કારણે ઘણીવાર લોકો તેને મૂકીને ભૂલી જતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે કંપનીઓ 'ફાઇન્ડ માય ઈયરબડ્સ' ફીચર આપે છે. તમારા મોબાઈલ એપ દ્વારા આ ફીચર એક્ટિવ કરતા જ ઈયરબડ્સમાંથી એક અવાજ આવવા લાગશે, જેનાથી તમે તેની લોકેશન સરળતાથી શોધી શકશો 

ગેમિંગ માટે લો-લેટન્સી મોડ 
જો તમે મોબાઈલ ગેમ્સ રમવાના શોખીન છો, તો આ ફીચર ગેમિંગના એક્સપિરીયન્સને એન્હાન્સ કરી દેશે. લો-લેટન્સી મોડ ઓડિયો અને વીડિયો વચ્ચે થતાં ડિલેને ઘટાડે છે. આનાથી ગેમ રમતી વખતે દુશ્મનના કદમોનો અવાજ કે ફાયરિંગનો સાઉન્ડ ઇફેક્ટ યોગ્ય સમયે અને ત્વરિત સંભળાય છે.

લાઈવ ટ્રાન્સલેશન અને સ્માર્ટ એઆઈ ફીચર્સ
નવી જનરેશનના ઈયરબડ્સમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. કેટલાક મોડલ્સ તો રિયલ-ટાઇમ લાઈવ ટ્રાન્સલેશનની સુવિધા આપે છે, જેનાથી તમે કોઈ અલગ ભાષા બોલતી વ્યક્તિ સાથે પણ સરળતાથી વાતચીત કરી શકો છો. આ સિવાય નોટ્સ રેકોર્ડિંગ અને વૉઇસ કમાન્ડ જેવા ફીચર્સ પણ હવે લોકપ્રિય બની રહ્યા છે.

તો મિત્રો જો તમારી પાસે પણ વાયરલેસ ઈયરબડ્સ છે, તો આજે જ તમારા સ્માર્ટફોનમાં તેની ઓફિશિયલ મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને તેની સેટિંગ્સ ચેક કરો. શક્ય છે કે તમારા બડ્સમાં પણ આવા કેટલાય ફીચર્સ હોય જેનો તમે આજ સુધી ક્યારેય ઉપયોગ જ ન કર્યો હોય...