દુબઈઃ મિડલ ઈસ્ટની લડાઈમાં સીઝફાયર થયા બાદ પણ માહોલ તણાવગ્રસ્ત છે. અમેરિકા-ઈરાન વચ્ચેના ગજગ્રાહના માહોલમાં દુબઈએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. દુબઈ વિદેશની એરલાઈન્સને 31 મે સુધી દૈનિક ધોરણે એક જ ફ્લાઈટને ટેકઓફ માટે મંજૂરી આપશે. આ નિર્ણયના કારણે ભારતીય એરલાઈન્સની મુશ્કેલીઓ વધી શકે છે. આ પાછળનું કારણ એ છે કે, ભારતથી ઘણી બધી એરલાઈન્સ દુબઈ થઈને જાય છે, જ્યારે કેટલીક ખાસ દુબઈ સુધીની જ ક્નેક્ટિવિટી ધરાવે છે.
સૌથી વ્યસ્ત એરપોર્ટ
દુબઈ ઈન્ટનેશનલ એરપોર્ટ એટલે કે DXB સામાન્ય દિવસોમાં પણ સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. ભારતમાંથી દુબઈ જતા યાત્રીઓની સંખ્યા વધારે છે. વર્ષ 2025માં આશરે 1 કરોડ 19 લાખ ભારતીયો વાયા દુબઈ થઈને આગળના પ્રવાસે ગયા હતા. દુબઈ એરપોર્ટ ભારત માટે એક મોટું માર્કેટ છે. 27મી માર્ચે દુબઈ એરપોર્ટે એરલાઈન્સ કંપનીને એક પ્રાયવેટ મેઈલ કર્યો હતો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઈરાન સંક્ટના કારણે 20 એપ્રિલથી 31 મે સુધી વિદેશી એરલાઈન્સની માત્ર એક જ ફ્લાઈટ દૈનિક ધોરણે ટેકઓફ કરવા મંજૂરી આપશે અને આવવામાં પણ આ જ નિયમ લાગુ પડશે.

માઠી અસર થતા ભાવ વધારાના એંધાણ
વન રોટેશન પર ડેથી સીધી અસર ભારતને થવાની છે. આનો સીધો અર્થ એ થયો કે, એકવાર દુબઈ ફ્લાઈટ આવશે અને એક જ વાર દુબઈમાંથી નીકળશે. આ નિર્ણયના કારણે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન થયું છે. એપ્રિલ અને મે મહિનામાં દુબઈ માટે સૌથી વધારે ફ્લાઈટનું બુકિંગ થયું હતું. આંકડા પર નજર કરીએ તો એરઈન્ડિયા અને બાકી એરલાઈન્સ એર ઈન્ડિયા એક્સપ્રેસે આ દરમિયા 750થી વધારે ફ્લાઈટ બુક હતી. ઈન્ડિગોની 481 ફ્લાઈટ હતી, ઈન્ડિગોનું એવું કહેવું છે કે, સમર વેકેશન સીઝનમાં દિલ્હીથી દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ હતી.
બુકિંગ પર માર પડ્યો
દૈનિક ધોરણે 15 ફ્લાઈટ હતી. સ્પાઈસજેટે 61 ફ્લાઈટ બુક કરી રાખી હતી પણ અત્યારે સ્થિતિ વણસેલી છે. આ નિર્ણયથી ભારતીય એરલાઈન્સ સૌથી વધારે નારાજ છે, કારણ કે આ નિયમ માત્ર વિદેશી એરલાઈન્સ માટે જ નક્કી કરાયો છે. દુબઈની પોતાની એરલાઈન્સ માટે આવો કોઈ નિયમ નથી. એમિરેટ અને ફ્લાય દુબઈ માટે આ નિયમ લાગુ પડતો નથી. દુબઈની એરલાઈન્સને પૂરી ક્ષમતાથી ફ્લાય કરવા મંજૂરી છે. આના કારણે ભારતીય એરલાઈન્સ કંપનીઓને મોટું નુકસાન હજુ લાંબા સમય સુધી ભોગવવું પડે એવા અણસાર છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સે 31મી માર્ચે ભારત સરકારને પત્ર લખ્યો હતો.
ખર્ચો વધી ગયો
પત્રમાં એવી માગ કરવામાં આવી હતી કે, ભારત સરકાર દુબઈએ લીધેલા નિર્ણય અંગે વાતચીત કરે અને આ નિર્ણયને હટાવી દે. બીજી બાજુ જો આ નિર્ણય પાછો નથી ખેંચાતો તો ભારત પણ એમિરેટ્સ અને ફ્લાઈ દુબઈ જેવી દુબઈની એરલાઈન્સ પર એ જ નિર્ણયને લાગુ કરી દે. યુદ્ધના કારણે ભારતીય એરલાઈન્સ સેક્ટરને આર્થિક માર પડી રહ્યો છે એવામાં આ નિર્ણય દુબઈ સરકારે કર્યો છે. બીજી તરફ પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ ભારત-પાકિસ્તાન તણાવને લઈને ઉપયોગ કરી શકાય એમ નથી.આનાથી યુરોપ અને વેસ્ટર્ન રાષ્ટ્રમાં જતી ફ્લાઈટને લાંબુ અંતર કાપવું પડે છે. આનાથી ઈંધણનો ખર્ચો પણ વધી ગયો છે.