Wed Aug 19 2026

Logo

ચીન અને ખાડી દેશોમાં રિલીઝ વિના ધુરંધર-ટૂએ વિદેશમાં ધુમ મચાવી, કેટલી કમાણી કરી જાણો

2026-03-30 20:05:23
Author: Vimal Prajapati
Article Image

મુંબઈ: રણવીર સિંહની ‘ધુરંધર 2’ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે. માત્ર 11 દિવસમાં 1365 કરોડ રૂપિયાના વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન સાથે તે બોલિવુડની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે ચીન અને ગલ્ફ દેશો (GCC)માં રિલીઝ ન થવા છતાં ઓવરસીઝમાં નવા રેકોર્ડ સ્થાપ્યા છે, જે બોલિવુડ માટે અદ્ભુત સિદ્ધિ છે. આ પહેલા અમિર ખાનની ફિલ્મ દંગલે 2070 કરોડની કમાણી સાથે બોલિવુડ પર આધિપત્ય જમાવી રાખ્યું છે, જે હવે ધુરંધર 2 તોડી શકે તેવું લાગી રહ્યું છે. 

‘ધુરંધર 2’ વિશ્વ કક્ષાએ અનેક રેકોર્ડ તોડ્યાં

ખાસ કરીને વાત કરવામાં આવે તો, મધ્ય પૂર્વીય દેશો જેવા કે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) - જેવા દેશોમાં નોંધપાત્ર પ્રમાણમાં ભારતીય વસ્તી છે, જે ભારતીય ફિલ્મો માટે નોંધપાત્ર આવક કરી છે. તેવી જ રીતે, ચીનમાં પણ ભારતીય ફિલ્મોનો મજબૂત પ્રેક્ષકોનો આધાર છે. પરંતુ આ વખતે આ ફિલ્મ આ દેશોમાં રિલીઝ થઈ શકી નથી. તેમ છતાં પણ વિશ્વભરમાં તેણે 1365 કરોડનો વેપાર કરી લીધો છે. 

ધુરંધર 2 આમિર ખાનની ‘દંગલ’નો રેકોર્ડ તોડશે?

આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મ જે 2016માં રિલીઝ થઈ હતી. તે હજુ પણ 2070 કરોડના ગ્રોસ સાથે સૌથી મોટી ભારતીય ફિલ્મ છે, જેમાં ચીનમાંથી 1300 કરોડ અને GCCમાંથી 60 કરોડની કમાણી થઈ હતી. શાહરુખ ખાનની ‘પઠાણ’એ લગભગ 400 કરોડનો વેપાર કર્યો હતો. જેમાં GCCનો મોટો હિસ્સો 115 કરોડનો હતો. પરંતુ ‘ધુરંધર 2’એ આ માર્કેટ્સ વિના પણ કમાણીમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. 

‘બાહુબલી 2’નો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડી પાડ્યો

યુએસ-કેનેડા (નોર્થ અમેરિકા)માં ‘ધુરંધર 2’એ 23 મિલિયન ડોલરની કમાણી સાથે ‘બાહુબલી 2’નો 22 મિલિયનનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડી પાડ્યો છે. ‘ધુરંધર 2’એ માત્ર 9 જ દિવસમાં બાહુબલી 2નો રકોર્ડ તોડી પાડ્યો છે. માત્ર બાહુબલી 2 જ નહીં પરંતુ શાહરૂખની પઠાણનો પણ રેકોર્ડ ‘ધુરંધર 2’એ તોડી દીધો છે. હજી પણ આ દેશમાં ‘ધુરંધર 2’ ધૂમ મચાવી રહી છે. આગામી સમયમાં કમાણી મામલે ‘ધુરંધર 2’ સૌથી મોટી બોલિવુડ ફિલ્મ બની જશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. 

હોલીવુડના દર્શકોને ખૂબ જ આકર્ષીત થયાં

આદિત્ય ધારની એક્શન સિક્વન્સ અને ફિલ્મ નિર્માણ શૈલી હોલીવુડના દર્શકોને ખૂબ જ આકર્ષીત કરી રહી છે. ધુરંધર 2 યુકેમાં પણ સારી એવી કમાણી કરી છે. યુકેમાં, ધુરંધર 2 એ માત્ર 10 દિવસમાં 3.21 મિલિયન પાઉન્ડ એટલે કે 40 કરોડની કરાણી કરી લીધી છે. આ ફિલ્મના પહેલા ભાગની જેમ GCCમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણને કારણે રિલીઝ થઈ નથી અને ચીનમાં ભવિષ્યમાં મળે કે નહીં તે અનિશ્ચિત છે. 

અન્ય દેશોની વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયામાં, 6.37 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 41 કરોડ, ન્યૂઝીલેન્ડમાં 988 હજાર ડોલર એટલે કે 9 કરોડ, જર્મનીમાં, 905K યુરો એટલે કે 9 કરોડની કમાણી કરી છે. જર્મનીમાં માત્ર 11 દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ સિદ્ધિ દર્શાવે છે કે મજબૂત સ્ટોરી હોય તો ભારતીય સિનેમા કોઈ પણ માર્કેટ વિના વિશ્વસ્તરે ચમકી શકે છે. ‘ધુરંધર 2’ વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે.