Thu Jul 23 2026

Logo

કનોટ પ્લેસમાં  NDMCનો દુકાનો, ઓફિસો અને રેસ્ટોરન્ટ બંધ રાખવા નિર્દેશ

2026-07-23 17:08:52
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: દિલ્હીના જંતર મંતર પર સતત ચાલી રહેલા પ્રદર્શનના પગલે કનોટ પ્લેસમાં NDMC એ બધી દુકાનો, ઓફિસો અને રેસ્ટોરન્ટ બંધ રાખવા અપીલ કરી છે. આ નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારની સ્થિતીને ધ્યાનમાં રાખીને માલિકો અને લોકો સહયોગ આપે. તેમજ આ વિસ્તારમાં કોઇ  અનિચ્છનીય ઘટનાને ટાળવા અને મિલકત અને લોકોને નુકસાનથી  બચાવવા આ પગલું લેવામાં આવી રહ્યું છે. 

અરવિંદ કેજરીવાલે આ નિર્દેશ પર પ્રતિક્રિયા આપી 

આ દરમિયાન આપ નેતા અરવિંદ કેજરીવાલે આ નિર્દેશ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આજે સાંજે 6:30 વાગ્યા સુધીમાં કનોટ પ્લેસમાં બધી દુકાનો બંધ કરવાનો આદેશ છે. આ વિસ્તારમાં ભારે સુરક્ષા વ્યવસ્થા છે અને મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ છે. શું મોદી સરકાર આજે જંતર-મંતર પર ફરી એકવાર  બાળકો પર ક્રૂર હુમલો કરવાની છે કે શું. 

 જંતર મંતર પર છેલ્લા કેટલાય દિવસોથી પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે, નીટ પેપર લીક થયું તે પછી જંતર મંતર પર છેલ્લા કેટલાય દિવસોથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન હિંસા થઈ હોવાની પણ તસવીરો પ્રકાશમાં આવી હતી. તેવામાં હવે પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી છે.