Fri Sep 04 2026

Logo

ભારતીય જૂડો-સ્પર્ધક સ્કૉટલૅન્ડ જાય એ પહેલાં જ કૉમનવેલ્થની બહાર થયો

Glasgow   2026-07-23 17:11:00
Author: Ajay Motiwala
ભારતીય જૂડો-સ્પર્ધક સ્કૉટલૅન્ડ જાય એ પહેલાં જ કૉમનવેલ્થની બહાર થયો

ગ્લાસગૉઃ સ્કૉટલૅન્ડના પાટનગરમાં 23મી કૉમનવેલ્થ ગેમ્સ શરૂ થાય એ પહેલાં જ ભારતીય ઍથ્લીટોના સંઘને એક મોટો ઝટકો લાગ્યો છે. જૂડોની હરીફાઈના અરુણ કુમાર નામના સ્પર્ધકનો આ સ્પર્ધાની બહારનો ડ્રગ્સ ટેસ્ટને લગતો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેણે આ રમતોત્સવમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવું પડ્યું છે. ભારતના જૂડો (JUDO) સ્પર્ધકોની હરીફાઇ છેક 31મી જુલાઈએ શરૂ થવાની હોવાથી ભારતના જૂડો સ્પર્ધકો હજી હવે ભારતથી રવાના થશે.

21 વર્ષનો અરુણ કુમાર 73 કિલો વર્ગની હરીફાઈમાં ભાગ લેવાનો હતો. તેણે ગયા વર્ષે તાઇપેઇની એશિયન ઓપનમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ પહેલાં ગયા મહિને ક્નિગડૉ ગ્રાં પ્રિ નામની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ વખતે તેનું પ્રતિબંધિત નશીલી દવા (DOPING) સંબંધમાં જે પરીક્ષણ કરવામાં આવ્યું એમાં તેનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (NADA)એ તેને હાલપૂરતો સસ્પેન્ડ કર્યો છે. તેણે એક પ્રકારની ઍનાબૉલિક સ્ટેરૉઇડ લીધું હતું.

આ અગાઉ, 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે જૂડોમાં ત્રણ મેડલ (બે સિલ્વર, એક બ્રૉન્ઝ) જીતી લીધા હતા. આ વખતે ભારતની જૂડો ટીમમાં શરૂઆતમાં કુલ 14 સ્પર્ધક હતા જેમાં સાત પુરુષ અને સાત મહિલા સ્પર્ધક હતા. જોકે પુરુષોની ટીમમાં હવે છ મેમ્બર થઈ ગયા છે.