નવી દિલ્હીઃ સીજેપી દ્વારા ફરી એકવાર દિલ્હીમાં રસ્તા પર ઉતરવાનું એલાન કર્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અભિજીત દીપકેએ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડના વિરોધમાં આજે સાંજે પાંચ વાગે તિરંગા કૂચનું એલાન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ પ્રદર્શનને આમ આદમી પાર્ટી અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનો AISA અને SFI તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. આ સ્થિતિને જાતે દિલ્હીમાં કનોટ પ્લેસ આસપાસના સુરક્ષા વધારી દેવામાં આવી અને કલમ 163 પણ લાગુ કરી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસે માત્ર સીજેપીના 11 લોકોને તિરંગા કૂચ કરવા કહ્યું!
દિલ્હી પોલીસ દ્વારા સીજેપીને આ તિરંગા કૂચ માટે મંજૂરી આપવામાં આવી નથી. દિલ્હી પોલીસે સીજેપીના 11 લોકોને તિરંગા કૂચ નીકાળવા માટે કહ્યું પરંતુ અભિજીત દીપકેએ પોલીસના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. જેથી આજથી એનડીએસસી દ્વારા સેન્ટ્રલ પાક્રને બે દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ CP (કનોટ પ્લેસ) તરફ જતા તમામ માર્ગો પર ટ્રાફિકને અન્યત્ર વાળવામાં આવ્યો છે. પોલીસે કનોટ પ્લેસને સખત સુરક્ષા વ્યવસ્થા ધરાવતા વિસ્તારમાં ફેરવી દીધું છે.
Delhi: CJP founder Abhijeet Dipke says, "Delhi Police and IB personnel have surrounded the house where I am currently staying. IB personnel and Delhi Police officers are roaming around all four lanes surrounding the house. Whenever I go out, vehicles without number plates follow me. When I returned just now, IB and police personnel were circling the house, talking to the watchman and gathering updates. So, Delhi Police may pick me up tonight or tomorrow morning..."
— IANS (@ians_india) October 15, 2026
મુંબઈ પોલીસે આઝાદ મેદાનમાં કૂચ માટે પરવાનગી આપી
સીજેપીને દિલ્હી પોલીસ દ્વારા આ કૂચ માટે મંજૂરી આપવામાં નથી આવી પરંતુ મુંબઈ પોલીસે સવારે 11:00થી સાંજે 05:00 વાગ્યાની વચ્ચે કૂચયોજવાની મંજૂરી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કૂચ માટે પરવાનગી આપવામાં આવી છે કારણ કે આઝાદ મેદાન એ વિરોધ પ્રદર્શનો માટે નિર્ધારિત સ્થળ છે. મુંબઈ પોલીસની મંજૂરી મળ્યા બાદ, દિલ્હીમાં અભિજીત દિપકે આ કૂચનું નેતૃત્વ કરશે, જ્યારે મુંબઈમાં CJPના કાર્યકરો અને વિરોધ પક્ષોના નેતાઓ તેમાં ભાગ લેશે.
16 अक्टूबर 2026 को कनॉट प्लेस के सेंट्रल पार्क में प्रस्तावित प्रदर्शन के विषय में दिल्ली पुलिस के पक्ष को रखती सुश्री नेहा यादव , पुलिस उपायुक्त/PMMC #DPUpdates #ResponsibleSpeech #RespectIsNonNegotiable https://t.co/Jrr0he8dwT
— Delhi Police (@DelhiPolice) October 15, 2026
દીપકેએ દિલ્હી પોલીસ પર વધુ એક આરોપ લગાવ્યો
CJPના સ્થાપક અભિજીત દીપકેએ દિલ્હી પોલીસ સામે એક નવો આરોપ લગાવ્યો છે. અભિજીત દીપકેનો દાવો છે કે તે જ્યાં પણ જાય છે, ત્યાં દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના કર્મચારીઓ તેમનો પીછો કરે છે. આ પહેલાં પણ, અભિજીત દીપકેએ દિલ્હી પોલીસ અને સરકાર સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. પરંતુ હવે આ એક નવો આરોપ લગાવવામાં આવ્યો છે.