નવી દિલ્હી: દિલ્હીના જંતર મંતર પર કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને નવો વળાંક લીધો છે. જેમાં હવે સીજેપી શુક્રવારે પોલીસ બર્બરતા સામે દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. સીજેપી એ દરેક જિલ્લામાં વિદ્યાર્થી સંગઠનોને ભેગા થવા અને વિદ્યાર્થીઓની માંગણીઓ વ્યક્ત કરવા અપીલ કરી છે.
સરકારી પ્રતિનિધિઓએ જંતર-મંતરની મુલાકાત લેવાનો ઇનકાર કર્યો
આ ઉપરાંત સીજેપીના પ્રવક્તા આશુતોષ રંકાએ લોકોને સંબોધતા દાવો કર્યો હતો કે સરકારી પ્રતિનિધિઓએ જંતર-મંતરની મુલાકાત લેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે મંત્રી જિતેન્દ્ર સિંહ હજુ પણ આગ્રહ કરી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક બોલાવવામાં આવે.
બેઠક જેપી નડ્ડાના નિવાસસ્થાને નહીં યોજાય
આ ઉપરાંત સીજેપીના પ્રવક્તા આશુતોષ રંકાએ તેમની બે શરતો અંગે જણાવ્યું હતું કે, પહેલી શરત એ છે કે આ બેઠક જેપી નડ્ડાના નિવાસસ્થાને નહીં યોજાય. જે જંતર-મંતર અથવા તટસ્થ સ્થળે યોજાશે. બીજી શરત એ છે કે સરકારે માંગણીઓ ક્યારે પૂર્ણ કરવામાં આવશે તે જણાવવું પડશે.