Sat Sep 05 2026

Logo

છત્રપતિ સંભાજીનગરમાં ગેસની અછત: ઓટોરિક્ષા ચાલકોનો પ્રધાન સંજય શિરસાટના નિવાસસ્થાને વિરોધ

2026-03-29 20:46:00
Author: Mumbai Samachar Team
છત્રપતિ સંભાજીનગરમાં ગેસની અછત: ઓટોરિક્ષા ચાલકોનો પ્રધાન સંજય શિરસાટના નિવાસસ્થાને વિરોધ

છત્રપતિ સંભાજીનગરઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા  યુદ્ધને કારણે તેમના વાહનો માટે ગેસ પુરવઠો  ન મળતો હોવાનો આરોપ લગાવીને રવિવારે મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટના નિવાસસ્થાન બહાર અનેક ઓટોરિક્ષા ચાલકો એકઠા થયા હતા.

ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ફ્યુઅલ સ્ટેશનો પર લાઇનમાં ઉભા રહે છે,પરંતુ ઇંધણ મળતું નથી, તેથી  તેમણે જિલ્લાના પાલક પ્રધાન શિરસાટને તેમની દુર્દશાથી વાકેફ કરાવવા માટે આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.

જવાબમાં, શિરસાટે જિલ્લા પુરવઠા અધિકારીને ફોન  કરીને ઓટોરિક્ષા ચાલકોને મદદ કરવા માટે જરૂરી પગલાં લેવા કહ્યું. દરમિયાન, શિવસેના (યુબીટી) ના નેતા અંબાદાસ દાનવેએ આરોપ લગાવ્યો કે છત્રપતિ સંભાજીનગરમાં ગેસની અછત છે અને પેટ્રોલ પંપ ઇંધણ  માટે "મનસ્વી દર" વસૂલ કરી રહ્યા છે.

એક્સ પરની પોસ્ટમાં, તેમણે કહ્યું કે પંપોએ તેમનો ઉપલબ્ધ સ્ટોક દર્શાવવો જોઈએ અને તમામ વ્યવહારોની રસીદો પણ આપવી જોઈએ. જો આ માંગણીઓ 24 કલાકમાં પૂર્ણ નહીં થાય, તો શિવસેના (યુબીટી) ઓટોરિક્ષા ચાલકોના સમર્થનમાં આંદોલન શરૂ કરશે, દાનવે ઉમેર્યું.
(પીટીઆઈ)