દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પીએમ મોદીની મુલાકાત પૂર્વે ફ્રાંસે ભારતને મોટી ભેટ આપી, રાફેલની ટેકનોલોજી ટ્રાન્સફરની જાહેરાત
પીએમ મોદીની મુલાકાત પૂર્વે ફ્રાંસે ભારતને મોટી ભેટ આપી છે. તેમજ રાફેલ ફાઈટર જેટની ટેકનોલોજી ટ્રાન્સફર માટેની જાહેરાત કરી છે. ફ્રાંસે આ ઉપરાંત ભારતીય શસ્ત્રોના એકીકરણ માટે સંપૂર્ણ સહમતી વ્યક્ત કરી છે. તેમજ મેક ઇન ઈન્ડિયા આ ડીલનો મહત્વપૂર્ણ હિસ્સો હશે.
ભારત અને નેપાળ વચ્ચે યુપીઆઇ આધારિત મની ટ્રાન્સફર સિસ્ટમ લોન્ચ
ભારત અને નેપાળ વચ્ચે સરહદ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે બંને દેશો વચ્ચે હવે મની ટ્રાન્સફર સરળ બન્યું છે. આ અંગે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું 6 જૂનના રોજ ભારત અને નેપાળ વચ્ચે યુપીઆઇ આધારિત મની ટ્રાન્સફર સિસ્ટમ શરૂ કરી છે. જેની માટે ક્રોસ બોર્ડર રેમિટન્સ સુવિધા શરૂ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર મોટા હુમલાની ચેતવણી
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે આજે રાત્રે 11 જૂને ઈરાન પર એક મોટો હુમલો કરવામાં આવશે. તેમણે આ ધમકી ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા આપી છે.
ટીએમસીના વધુ બે સાંસદે આપ્યા રાજીનામા
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) તૂટી રહી છે, જેમાં પાર્ટીમાં ચાલી રહેલા બળવાની આગ વધી છે, જેમાં આજે રાજ્યસભાના સાંસદ પ્રકાશ ચિક બડાઈક અને અભિનેત્રી સાંસદ કોયલ મલ્લિકે રાજીનામા આપ્યા છે, જેથી રાજ્યસભામાં એક સાથે ચાર સંખ્યા ઘટી છે.
અમેરિકાની ચેતવણી છતાં જીવને જોખમમાં કેમ નાખ્યા? નાવિકના પરિવારજનોનો વેધક સવાલ
ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે 24 ભારતીય જહાજ પર અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીયોના મોત નીપજ્યાં છે. જેમાં હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના યુવાન નાવિક આદિત્ય શર્માનું મૃત્યુ થયું છે. ત્યારે તેના પરિવારજનોએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તેમજ પૂછ્યું છે કે અમેરિકન નૌ સેના તરફથી ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેમના જીવને જોખમમાં કેમ નાખવામાં આવ્યા.
મમતા બેનરજીને હવે હાઈ કોર્ટે આપ્યો ઝટકો
બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા (LoP)ની નિમણૂકને લઈને ચાલતા વિવાદ અંગે કોલકાતા હાઈ કોર્ટે હાલમાં સ્પીકરના નિર્ણયમાં રોક લગાવવાનો ઈનકાર કરતા મમતા બેનરજીને ઝટકો મળ્યો છે. હાઈ કોર્ટે એલઓપીની નિમણૂક અંગે કોઈ સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે, જેથી ઋતબ્રત બેનરજી વિપક્ષના નેતા રહેશે.
કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. જેમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા અને વરિષ્ઠ નેતા મન્સૂર અલી ખાન બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર એમ. નાગરાજ પણ બિનહરીફ ચૂંટાયા હતા.
ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. નામ પરત લેવાની સમય મર્યાદા પૂર્ણ થતાં ચાર બેઠકો માટે માત્ર ચાર જ ઉમેદવારો રહ્યા હતા. જેમાં ઉમેદવારો જીતેન્દ્ર કણઝારીયા,માનસિંહ પરમાર,રાજેશ શુક્લ અને રાઠવા મુકેશભાઈ બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે.
મધ્યપ્રદેશમાં રાજયસભાની ત્રણ બેઠકો માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
મધ્યપ્રદેશમાં રાજયસભાની ત્રણ બેઠકો માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમને રિટર્નિંગ ઓફિસરે પ્રમાણપણ આપી દીધું છે. જેમાં નામ પરત લેવાની સમય મર્યાદા પૂર્ણ થતાં ત્રણ બેઠકો માટે માત્ર ત્રણ જ ઉમેદવારો રહ્યા હતા. જે બિનહરીફ વિજેતા બન્યા છે.
મમતા બેનર્જીને રાહત, શત્રુઘ્ન સિંહાએ કહ્યું તે મુશ્કેલ સમયમાં સાથ નહિ છોડે
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે, આ દરમિયાન સાંસદ શત્રુઘ્ન સિંહાના નિવેદને તેમને રાહત આપી છે. ટીએમસીના 20 સાંસદોએ બળવો કર્યા હોવાના અહેવાલ વચ્ચે શત્રુઘ્ન સિંહાએ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં મમતા બેનર્જીનો સાથ નહિ છોડે.
જાણીતા સિંગર ગુરુ રંધાવાના ફિટનેસ સેન્ટર બહાર ગોળીબાર
રાજધાની દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આજે જાણીતા પંજાબી ગાયક ગુરુ રંધાવાના 24 એચએસ ફિટનેસ જીમ બહાર મોટરસાયકલ પર આવેલા અજ્ઞાત હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું. જીમને નિશાન બનાવીને લગભગ સાત રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષા પ્રારંભ
રાજ્યમાં આજથી 20 જૂન સુધી પરીક્ષા પૂરક પરીક્ષા ચાલશે, ધો.10-12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં 28 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. આ માટે 88 બિલ્ડિંગ, 844 બ્લોક પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. DEO દ્વારા તમામ કેન્દ્રો પર ખાસ દેખરેખ માટે આદેશ આપવામાં આવ્યા છે. આ પરીક્ષા માટે આરોગ્ય ટીમ કંટ્રોલરૂમ, મોનિટરિંગ સાથે તંત્ર એલર્ટ મોડ પર આવીને કામ કરી રહ્યું છે.
