Thu Oct 01 2026

Logo

માઉન્ટ મેરી જાત્રા માટે બેસ્ટની વધારાની ૨૨૬ બસસેવા બાંદ્રા સ્ટેશનથી માઉન્ટ મેરી ચર્ચ દરમ્યાન સ્પેશિયલ બસ સેવા

2026-09-12 19:17:37
Author: Sapna Desai
માઉન્ટ મેરી જાત્રા માટે બેસ્ટની વધારાની ૨૨૬ બસસેવા બાંદ્રા સ્ટેશનથી માઉન્ટ મેરી ચર્ચ દરમ્યાન સ્પેશિયલ બસ સેવા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને બાંદ્રા સ્ટેશન અને માઉન્ટ મેરી ચર્ચ વચ્ચે ખાસ બસ દોડવવાનો નિર્ણય બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) બેસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. બેસ્ટે ૨૨૬ વધારાની બસ ચલાવવાનો નિર્ણય લીધો છે. ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થનારી આ યાત્રા ૨૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને આ સમયગાળા દરમ્યાન મુસાફરોની સુવિધા માટે ખાસ બસ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

યાત્રા દરમ્યાન માઉન્ટ મેરી ચર્ચ અને ‘ફાધર એગ્નેલ આશ્રમ’ વિસ્તારમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ રહે છે. તેથી ચર્ચ સુધી સીધી બસો ચલાવવાનું શક્ય ન હોવાથી બાંદ્રા રેલ્વે સ્ટેશન (પશ્ર્ચિમ) અને હિલ રોડ વિસ્તાર વચ્ચે વધારાની બસો ચલાવવામાં આવશે. ઉપરાંત, બાંદ્રા વિસ્તારના અન્ય રૂટ જેમ કે એ- ૨૦૨, ૩૨૧ લિમિટેડ, એ-૩૭૫, એ- ૪૨૨ અને એસી ૭૧ પર જરૂરિયાત મુજબ બસ સેવાઓ વધારવામાં આવશે.

માઉન્ટ મેરી યાત્રા દરમ્યાન બાંદ્રા સ્ટેશન અને માઉન્ટ મેરી ચર્ચ ખાતે મુસાફરોને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે બેસ્ટ ખાસ બેસ્ટ ઈન્સ્પેકટરો અને ટ્રાફિક અધિકારીઓની નિમણૂક કરશે. આ અધિકારીઓ ભીડનું આયોજન, ટ્રાફિક નિયંત્રણ અને મુસાફરોને માહિતી પૂરી પાડવા માટે જવાબદાર રહેશે.