Mon Sep 07 2026

Logo

બીસીસીઆઇ હવે આરટીઆઇ હેઠળ નહિ આવે, સીઇસીનો મોટો નિર્ણય

2026-05-18 15:51:59
Author: Chandrakant Kanoja
બીસીસીઆઇ હવે આરટીઆઇ હેઠળ નહિ આવે, સીઇસીનો મોટો નિર્ણય

BCCI


નવી દિલ્હી : સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને બીસીસીઆઇ મુદ્દે  મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે બીસીસીઆઇ આરટીઆઇ હેઠળ નહિ આવે. આ અંગે વર્ષ 2018માં  સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને જ બીસીસીઆઇને આરટીઆઇ હેઠળ આવતી સંસ્થા છે. આ અંગે બીસીસીઆઇએ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમજ કહ્યું હતું કે એક સ્વાયત્ત અને ખાનગી સંસ્થા છે. 

સીઇસીએ આજે અંતિમ નિર્ણય લીધો હતો 

જેની બાદ ગત  વર્ષે મદ્રાસ હાઈકોર્ટે ફરીથી આ મામલો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને મોકલ્યો હતો અને સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયોને ધ્યાનમાં રાખીને આ બાબત પર નવેસરથી વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેની બાદ  આજે અંતિમ નિર્ણય આપ્યો હતો. આ અંગે સેન્ટ્રલ  માહિતી કમિશનર વતી  એવું કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઇ  આરટીઆઇ કાયદાની કલમ 2(H) હેઠળ જાહેર સંસ્થા નથી. આ સંસ્થા આરટીઆઇ હેઠળ માહિતી આપવા  બંધાયેલી નથી.

રાઇટ ટુ નોટિસ એક્ટ હેઠળ લાવવાનો નિર્ણય લીધો 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને  બીસીસીઆઇએ  રાઇટ ટુ નોટિસ એક્ટ હેઠળ લાવવાનો નિર્ણય લીધો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે બીસીસીઆઇ એક જાહેર સંસ્થા છે. બીસીસીઆઇ ની આ ટીમ દેશ એટલે કે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ ખેલાડીઓની જર્સી પર દેશનું નામ લખેલું હોય છે. તેને સરકાર તરફથી કોઈને કોઈ સ્વરૂપમાં મદદ પણ મળે છે. 

બીસીસીઆઇ એ જનતા પ્રત્યે જવાબદાર રહેવું પડશે 

આ પૂર્વે  એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે આ ટીમ ઇન્ડિયા છે કે ટીમ બીસીસીઆઇ. તેમજ પૂછવામાં આવ્યું હતું કે બીસીસીઆઇ  દ્વારા પસંદ કરાયેલી ટીમને બીસીસીઆઇ ટીમ કહેવામાં આવે છે અને પછી ભારતીય ટીમ કહેવામાં આવે છે. આના જવાબ પરથી સીઆઇસીએ કહ્યું કે બીસીસીઆઇ એ જનતા પ્રત્યે જવાબદાર રહેવું પડશે કારણ કે તે સંપત્તિ કમાય છે.