Thu Jun 18 2026

Logo

BCCIએ T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ પર રૂપિયાનો વરસાદ કર્યો! આટલા કરોડના ઇનામની લહાણી

2026-03-10 13:05:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ગત રવિવારે રાત્રે અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ભરતિય ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બની, ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. એવામાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડીયાએ (BCCI) એ ટીમ ઈન્ડિયા માટે મોટા ઇનામની જાહેરાત કરી છે, ટીમ માટે 131 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

T20 વર્લ્ડ કપ 2026નું ટાઈટલ જીતીને ભારતીય ટીમ ટાઈટલ ડિફેન્ડ કરનારી પહેલી ટીમ બની છે, આ સાથે ભારતે ત્રણ વખત ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય ટીમે T20 ફોર્મેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે.

BCCIએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું, "બોર્ડ આ ઐતિહાસિક સિદ્ધિ પર ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સને ફરી એકવાર અભિનંદન આપે છે અને ભવિષ્યમાં સતત સફળતાની શુભેચ્છા પાઠવે છે."

રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય બેટર્સ ધુંઆધાર બેટિંગ કરી હતી, ટોચના ત્રણ બેટર્સ અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઇશાન કિશનની અડધી સદીની ફટકારી, બાદમાં શિવમ દુબે વિસ્ફોટક ઇનિંગ રમી. ભારતે 5 વિકેટ ગુમાવીને  255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ત્યાર બાદ ભારતીય બોલર્સે ન્યુઝીલેન્ડને 159 રનમાં ઓલ આઉટ કરી દીધું, જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ લીધી હતી.