Tue Jul 14 2026

Logo

રામમંદિરમાં દાન ગણતરી વ્યવસ્થામાં મોટો બદલાવ, દરરોજ ઓડિટ કરાશે

2026-07-14 21:15:55
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા: અયોધ્યા રામમંદિર દાન ચોરી કેસ બાદ હવે દાન ગણતરી વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રસ્ટના કાર્યકારી મહાસચિવ ડો.  કૃષ્ણ મોહનને સોંપાયા બાદ તેમના સહયોગી  ચંદન રાય અને જગદીશ આફલેએ એકાઉન્ટ વિભાગનું સંચાલન સંભાળ્યું છે. તેમજ હવે દાનની રકમનું દૈનિક ઓડિટ કરાશે. 

દાનની આવક અને ખર્ચનું હવે દૈનિક ધોરણે  ઓડિટ

સૂત્રોના જણાવ્યા અનુસાર,  સૌથી મહત્વપૂર્ણ ફેરફાર દૈનિક ઓડિટ સિસ્ટમનો કરવામાં આવ્યો  છે. જેમાં મંદિરમાં દાનની આવક અને ખર્ચનું હવે દૈનિક ધોરણે  ઓડિટ કરવામાં આવશે. પહેલાં નિયમિત દૈનિક ઓડિટ માટે કોઈ સિસ્ટમ નહોતી. જો કે, નવી સિસ્ટમ હેઠળ નાણાકીય વ્યવહારો તે જ દિવસે ચકાસવામાં આવે છે અને તેનો હિસાબ કરવામાં આવશે. 

પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા પ્રયાસ 

આ નવી સિસ્ટમ હેઠળ  દાન, પ્રસાદ અને કાઉન્ટરમાંથી થતી આવક સહિત તમામ નાણાકીય વસ્તુઓના દૈનિક રેકોર્ડ જાળવવામાં આવી રહ્યો છે. જેમાં દરેક સ્તરે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત રેકોર્ડ સુરક્ષિત રીતે સાચવવામાં આવી રહ્યા છે.

નાણાકીય શિસ્ત અને દેખરેખ મજબૂત બનશે

આ વ્યવસ્થા અંગે ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો માને છે કે દૈનિક ઓડિટ સિસ્ટમના અમલથી ભૂતકાળની તુલનામાં નાણાકીય શિસ્ત અને દેખરેખ મજબૂત બનશે અને દરેક વ્યવહારની તાત્કાલિક ચકાસણી શક્ય બનશે.