અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેઓ આજે અમદાવાદના સાયન્સ સીટી ડોમ ખાતે વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં હજારી આપી. આ સાથે અમિત શાહ અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે. પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલા 'એક પેડ મા કે નામ' ગ્લોબલ મિશનને આગળ ધપાવતા ગૃહ પ્રધાન આજે ગુજરાતમાં એક અનોખા ઐતિહાસિક રેકોર્ડના સાક્ષી બન્યાં છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને સંસ્થાઓમાં એકસાથે 1 કરોડથી વધારે વૃક્ષો વાવવાની એક વ્યાપક મિલીયન-ટ્રી ડ્રાઇવ લોન્ચ કરવામાં આવશે.
સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન
શહેરનેને પ્રદૂષણમુક્ત બનાવવા માટે એએમસી દ્વારા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અભિયાન અંર્તગત અનેક જગ્યાએ સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવ્યાં છે. સાયન્સ સિટી ખાટે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યાં. આ દરમિયાન અમિત શાહે રૂપિયા 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ
‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અભિયાની વાત કરવામાં આવે તો, આજે અમિત શાહેર હેરિટેઝ પાર્ક અને 101 ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું, જે શહેરને પ્રકૃતિ અને ગ્રીન ગ્રોથને વેગ આપશે. આ દરમિયાન અન્ય પણ કેટલાક મહત્વના કામ કરવામાં આવ્યાં છે. ગ્રીન મોબિલિટી અંતર્ગત BRTS નેટવર્કનો વિસ્તાર કરવામાં આવ્યો છે. જેમાં 80 જેટલી નવી ઈવી બસોનું શરૂઆત કરવામાં આવી છે. BRTS સાથે AMTSનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે. કારણ કે, AMTSમાં પણ 75 જેટલી નવી એસી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
વિકાસના નવા અધ્યાય સાથે વધુ સુવિધાસભર અમદાવાદ.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) July 12, 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ તથા માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર લોકસભા વિસ્તાર તેમજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અંદાજિત ₹૪૦૫ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૯ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું માનનીય… pic.twitter.com/PZUMCjgxyT
અમિત શાહે 188 આધુનિક સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું છે. આ આ સરકારી આવાસો રૂપિયા 60.68 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. અમિત શાહે ભાડજ, બોપલ અને વાડજ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ રૂબરૂ પહોંચીને સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો.
ભાષણમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન શું બોલ્યાં?
સભાને સંબોધિત કરતા અમિત શાહે અનેક મહત્વપૂર્ણ બાબતોની વાત કરી હતી. 1.25 કરોડ વૃક્ષો રોપિત કરવા માટે પણ લોકોને ખાસ આભાર માન્યો હતો. અમદાવાદમાં પણ ત્રણ અલગ અલગ લોકસભા વિસ્તારમાં 50 લાખ વૃક્ષો વાવવામાં આવ્યાં તેના પણ અમિત શાહે વખાણ કર્યાં હતાં. વધુમાં કહ્યું કે, મારા આ વિચારને જનતાએ સાકાર કરી બતાવ્યો છે. પીએમ મોદીએ પૂરા ભારતમાં ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ નો નારો આપ્યો તેનો પણ અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો.
સાત વર્ષમાં 7 કરોડ વૃક્ષો વાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ
વધુમાં અમિત શાહે કહ્યું કે, મને એ વાતનો ગર્વ છે કે ભારત સરકારની સેન્ટ્રલ પેરા મિલિટ્રી ફોર્સે (અર્ધસૈનિક દળો) સાત વર્ષમાં 7 કરોડ વૃક્ષો વાવવાનું કામ ગઈકાલે જ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ઓઝોનના સ્તરની પણ તેમણે વાત કરી હતી. ગાંધીનગરમાં નવા 61 નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ થયું તેની પણ ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે સમગ્ર અમદાવાદમાં AMC દ્વારા 101 ઓક્સિજન પાર્ક લોકાર્પિત કરવામાં આવ્યાં છે, તેના માટે પણ જનતા અને તંત્રનો આભાર માન્યો હતો.
AMCના 'મિશન 5 મિલિયન ટ્રી' અભિયાન અંતર્ગત 'સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ'ના શુભારંભ તથા વિકાસકાર્યોના ઉદ્ઘાટન, શિલાન્યાસ કાર્યક્રમથી લાઈવ...
— Amit Shah (@AmitShah) July 12, 2026
अहमदाबाद में AMC के ‘मिशन 5 मिलियन ट्री’ अभियान के तहत ‘सामूहिक वृक्षारोपण कार्यक्रम’ के शुभारंभ से लाइव... https://t.co/yhWami9QIv
અમિત શાહે લોકોને કઈ બે અપીલ કરી?
પોતાના સંબોધન દરમિયાન તેમણે જનતાને અપીલ પણ કરી હતી. જેમાં પહેલા તો દરેક વ્યક્તિએ પોતાના ઘરે વૃક્ષો વાવવા અને સોસાયટીના દરેક ખૂણામાં વૃક્ષો વાવવા જેથી ભવિષ્યની પેઢીને સારી અને સ્વચ્છ પૃથ્વી આપી શકીએ. આ સાથે તેમણે દરેક ઘર પર સોલાર રૂફટોપ લગાવવા માટે પણ અપીલ કરી હતી. એટલે કે, પોતાના વિસ્તારને ગ્રીન અને ક્લીન રાખવા માટે કેન્દ્રીય પ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી હતી.