આજે સપનું સાકાર થતું દેખાય છે, સોનાર બાંગ્લા એ ભાજપનો લક્ષ્યાંક
કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની જીત બાદ અમિત શાહે ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં સુવેંદુ અધિકારી પર મહોર લાગતા શાહે બંગાળને ભયમુક્ત બંગાળ બનાવવાનો સંકલ્પ ગણાવ્યો હતો. ગૃહ પ્રધાને કહ્યું હતું કે શુવેન્દુ અધિકારીએ તમને ઘરમાં ઘૂસીને હરાવ્યા છે. .
ધારાસભ્ય દળની બેઠકને સંબોધતા શાહે કહ્યું હતું કે આ એક ઐતિહાસિક જનાદેશ છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી તરીકે સુવેંદુ અધિકારીનું નામ જાહેર કર્યું હતું. બંગાળની પ્રજાએ ભાજપ પર ભરોસો રાખ્યો અને ભવ્ય જીત અપાવી છે. આ પ્રજાએ ભયમુક્ત બંગાળ બનાવવાની દિશામાં પગલું ભર્યું છે.
ધારાસભ્યોને કર્યું સંબોધન
શાહે આ સંબોધન કરતા ઉમેર્યું હતું કે, આજે ભાજપનું આટલું મોટું ધારાસભ્યનું દળ જોઈને મન, આત્મા અને શરીર એમ બધી જગ્યાઓ પર ખુશીની લહેર દોડી ગઈ છે. શાહે તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી અને રામ રામ કહ્યા હતા. જે માહોલમાં ચૂંટણી થઈ એ પરિસ્થિતિમાં બંગાળની જનતાએ ભાજપ અને વડા પ્રધાન મોદી પર ભરોસો રાખીને ભવ્ય જનાદેશ આપ્યો છે.
કમ્યુનિસ્ટ શાસનના સમયમાં બંગાળમાં ભય અને હિંસાનો માહોલ બી ગયો હતો. એ પછી સમય જતા વધારે વકર્યો હતો. આવી પરિસ્થિતિમાં અભિવ્યક્તિ પણ અસંભવ થઈ ગઈ હતી. પણ તેમ છતા પ્રજાએ ભાજપનું સમર્થન કર્યું છે. ભાજપ પ્રજાની આશા પર અને સપના સાચા કરવા પર પૂરા પ્રયાસ કરશે.ભાજપ સોનાર બાંગ્લાના લક્ષ્યાંક સાથે આગળ વધશે.
ટાગોરની પંક્તિનો ઉલ્લેખ
શાહે પોતાના ભાષણમાં રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ ટાંકી અમિત શાહે ટિપ્પણી કરી હતી કે "મન ભયમુક્ત હો ઔર સિર ગર્વ સે ઊંચા હો" સ્વપ્ન સાકાર થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે બંગાળમાં હવે ભયમુક્ત સમાજ તરફનો માર્ગ મોકળો થયો છે, અને લોકોએ પરિવર્તન માટે સ્પષ્ટ સંકેત આપ્યો છે.
છેલ્લા પાંચ દાયકામાં બંગાળમાં કાયદો અને વ્યવસ્થા, લોકશાહી અને અર્થતંત્રના ક્ષેત્રોમાં નકારાત્મક રાજકારણનો યુગ જોવા મળ્યો છે. હવે ભાજપની જવાબદારી છે કે તે વડાપ્રધાન મોદી દ્વારા બંગાળના લોકોને આપવામાં આવેલા વચનો પૂરા કરે.
ભાજપ પૂરતા પ્રયાસ કરશે
તેમણે ખાતરી આપી હતી કે, ભાજપ બંગાળની સંસ્કૃતિ અને પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે કામ કરશે,રાજ્યને રામકૃષ્ણ પરમહંસ,સ્વામી વિવેકાનંદ,શ્રી અરવિંદ અને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કલ્પના કરાયેલ બંગાળમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરશે. અમિત શાહે ટિપ્પણી કરી હતી કે, આ વિજય વૈચારિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ મહત્વ ધરાવે છે.1950 માં શરૂ થયેલી વૈચારિક યાત્રા આખરે આજે બંગાળ પહોંચી છે.
આજે સપનું સાકાર થતું દેખાય છે
શ્યામાપ્રસાદ મુખર્જીનો ઉલ્લેખ કરતા, તેમણે જાહેર કર્યું કે તેમના જન્મસ્થળ-બંગાળમાં તેમની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી દ્વારા સરકારની રચના એક ઐતિહાસિક ક્ષણ છે.શાહે જણાવ્યું હતું કે જ્યારે કલમ 370 રદ કરવામાં આવી હતી ત્યારે પાર્ટીના ઘણા વરિષ્ઠ કાર્યકરોએ ટિપ્પણી કરી હતી કે, એક ઉદ્દેશ્ય હજુ પણ અધૂરો છે. બંગાળમાં ભાજપ સરકાર. તેમણે ઉમેર્યું હતું કે આજે, તે સ્વપ્ન પણ સાકાર થતું દેખાય છે.