Fri May 08 2026

Logo

રીતિક રોશને લગ્નમાં કર્યો 'કહોના પ્યાર હૈ'ના ગીત પર મસ્ત ડાન્સ, મહેમાનોએ કર્યાં દિલ ખોલીને વખાણ

2026-05-08 18:12:37
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડના ચાર્મિંગ બોય રીતિક રોશનનો એક વીડિયો સોશયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની ડેબ્યૂ ફિલ્મ 'કહોના પ્યાર હૈ'ના એક ગીત પર ડાન્સ સ્ટેપ કરી રહ્યો છે. આઈકોનિક ટાઈટલ ટ્રેક પર ડાન્સનો વીડિયો જોઈને ફેન્સ પર એમના પર કોમેન્ટરૂપી પ્રેમ વરસાવી રહ્યા છે. સૂર્યગઢમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયેલા રીતિકે પોતાની જ ફિલ્મના ગીત પર ડાન્સ સ્ટેપ કર્યા હતા. લગ્નમાં તેમણે એ હૂકસ્ટેપ પણ રીક્રિએટ કર્યો હતો. આ જોઈને લગ્નમાં આવેલા મહેમાનોએ તો દિલ ખોલીને વખાણ કર્યા પણ સોશિયલ મીડિયા પર ફેન્સે પણ જોરદાર વખાણ કર્યા છે. 

ક્લિપ વાયરલ થઈ

'કહોના પ્યાર હૈ'ના ગીત પર રીતિક ડાન્સ કરી રહ્યો છે. બેઝ કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં તે એકદમ મસ્ત લાગી રહ્યો છે. રીતિકની આસપાસ આમંત્રિત મહેમાનોની ભીડ જોવા મળી રહી છે. મહેમાનો પણ એમની સાથે સ્ટેપ મેચ કરીને ડાન્સ કરી રહ્યા છે. રીતિકે પણ આ લગ્ન પ્રસંગની જોરદાર મજા માણી હતી. મહેમાનોએ એના ડાન્સ મુવ્ઝના વખાણ કર્યા હતા. રીતિકે આ પહેલા પોતાના પુત્ર ઋદાન રોશનનો એક ફોટો શેર કર્યો હતો. જેના બેગ્રાઉન્ડમાં તેમણે પોતે લખેલી કવિતાનો ઓડિયો મૂક્યો હતો. આ ખાસ કવિતા સાથે તેમણે પોતાના દીકરાની બર્થ ડે નોટ પણ લખી હતી.આ પોસ્ટને લઈને રીતિકે લખ્યું હતું કે, હું કોઈ કવિ નથી પણ વર્ષ 2021માં તારા માટે લખેલી કવિતા શેર કરી રહ્યો છું. 

તું એક અલગ પ્રકારનો યોદ્ધા

કારણ કે કેટલીક વાતો અભિવ્યક્ત કરવા માટે હોય છે. મને તારી સંવેદનશીલતા પર ગર્વ છે, જેને તુ ખુલ્લા દિલથી દેખાડે છે. પણ આના પાછળ અન્ય પણ એક ત્વચા છે, મજબૂત, અડગ. આને જોવું સરળ નથી. પણ મેં વારંવાર આ ચહેરો જોયો છે. તું એક શાંત આંખની પાછળ સગળતી આગ સમાન છો. તું એક અલગ પ્રકારનો યોદ્ધા છે. ન વધારે બોલનારો ન વધારે બેચેન, સ્થિર, જાગૃત અને અંદરથી ખૂબ મજબૂત. 

આવો સ્વભાવ ઘણા ઓછો લોકોમાં જોવા મળે છે. જે મને અવારનવાર પરેશાન કરી દે છે. એક શાંત યોદ્ધા. આ દુનિયાના આવા જ લોકોની જરૂર હોય છે. દુનિયા તારી પરીક્ષા લેશે, પણ મને અગાઉથી ખબર હતી કે, તુ એનો સામનો કેવી રીતે કરીશ. હેપ્પી બર્થ ડે દીકરા. હું તને ખૂબ જ પ્રેમ કરૂ છું. 

આલિયા સાથે આવી શકે ફિલ્મ

રીતિકના ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો છેલ્લે એની ફિલ્મ 'વૉર-2' આવી હતી.એ પહેલા 'ફાઈટર' નામની ફિલ્મ આવી હતી જે બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી. આ સિવાય હવે એની ફિલ્મ આલ્ફા આવવાની તૈયારીમાં છે. 
આ ફિલ્મને લઈ ખાસ તો કોઈ અપડેટ સામે આવી નથી. પણ બધુ યોગ્ય રહ્યું તો આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટ સાથે જોવા મળી શકે છે. બીજી તરફ તે એક બીજા ખાસ પ્રોજેક્ટ પર વાત કરી રહ્યો છે. આ ફિલ્મી પ્રોજેક્ટ જ છે એટલે આ કોઈ ફિલ્મ છે કે, કંઈ બીજુ એ કલાકાર જ કહી શકે છે.