સાયન્સ, ટેક્નોલોજી અને કુશળ શ્રમિકો માટે જર્મની બન્યું પહેલી પસંદ; જાણો શું છે કારણો
બર્લિનઃ ભારતીય શ્રમિકોની વૈશ્વિક સ્તરે માગ રહી છે અને દિવસે દિવસે આ માગ વધી રહી છે. અગાઉ મિડલ ઈસ્ટમાં સારા પૈસા અને પાયાની સુવિધાની જવાબદારીઓ એજન્સી લેતી એટલે ઘણા શ્રમિકો મિડલ ઈસ્ટમાં પૈસા કમાવવા માટે જતા. હવે મિડલ ઈસ્ટની સ્થિતિને જોતા કોઈ શ્રમિક આગામી સમયમાં મિડલ ઈસ્ટમાં કામ કરવા જવાનું જોખમ લેવાનું ટાળશે. આ કટોકટીની સ્થિતિ વચ્ચે હવે જર્મનીમાં ભારતીય શ્રમિકોની માગ વધી રહી છે અને માગ વધવા પાછળનું કારણ એ છે કે, ભારતમાં સૌથી વધારે સ્કિલ્ડ શ્રમિકો છે.
ભારતમાં સૌથી વધારે સ્કિલ્ડ કામદારો
જર્મની કમિશનર ફ્લોરિયન લાઉડીના જણાવ્યા અનુસાર દેશ માટે વિશિષ્ટ માઈગ્રેશન પોલિસી અંતર્ગત ભારત આજે પણ જર્મની માટે પહેલી પસંદ છે. ભારતમાંથી જર્મનીને સૌથી વધારે સ્કિલ્ડ કામદારો મળે છે. ભારત એક વર્કિંગ ફોર્સના રિસોર્સ તરીકે છે. ભારત યુનિયન મિશન તરફથી આયોજિત માઈગ્રેશન ગવર્નેસમાં ડિજિટલ ઈનોવેશનના ફાયદા અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જર્મની કમિશનર લાઉડી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, બન્ને દેશ (જર્મની-ભારત) વચ્ચે ખૂબ સારા સંબંધો છે. સહયોગ છે. ટ્રિપલ વિન માઈગ્રેશન માટે, જર્મનીમાં શ્રમિકોની અછત છે. ભારતમાં જ્યાં મોટી સંખ્યામાં સ્કિલ્ડ કામદારો છે.
બર્લિનના રસ્તાઓ પર ભારતીયો
જર્મનીમાં આવીને કામ કરતા એ હજારો ભારતીય સ્કિલ્ડ કામદારોની આ એક જીત છે. બર્લિનના રસ્તા પર ઘણા ભારતીયો જોવા મળે છે. આ દ્રશ્ય હું દરરોજ જોવ છું. જર્મનીમાં ભારતીય માઈગ્રેટ્સ ખૂબ જ ક્વોલિફાય છે. ખાસ કરીને સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં એમની ટીમ ખૂબ મોટી છે. આ સ્કિલ્ડ કામદારોની અસાધારણ યોગ્યતા એમની સરેરાશ આવકમાં પણ દેખાય છે. જે જર્મનીઓની આવક કરતા વધારે છે.
વર્ષ 2025માં 180,000 ભારતીયોંએ જર્મનીના વર્કફોર્સમાં મોટું યોગદાન આપ્યું હતું. આ છેલ્લા એક દાયકામાં સૌથી વધારે 656 ટકા વધારે છે. ભારત, જર્મનીના ખાસ રાજકીય અને આર્થિક ભાગીદારીમાં ખાસ છે.
સાયન્સ અને ટેક્નોલોજીને પ્રાધાન્ય
કારણ કે, અમે સ્વતંત્રતા, લોકતંત્ર અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જેવા મુદ્દે સમાન હિત અને સમજૂતી ધરાવીએ છે.એક એવું પણ ક્ષેત્ર છે જે સમજૂતી, સહકાર અને ભાગીદારીને સશક્ત કરે છે. એમાં સાયન્સ અનેટેક્નોલોજીનો સમાવેશ થાય છે. જ્યારે પણ સ્કિલ્ડ કામદારોના માઈગ્રેશનની વાત આવે છે ત્યારે ભારત ખૂબ નજીક છે અને મોટી મદદકર્તા છે.
ભારત અને જર્મનીએ વર્ષ 2022માં માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર સહી કરી હતી. આનાથી સિકલ્ડ કામદારો, વિદ્યાર્થીઓ, સંશોધકો માટે માઈગ્રેશનનો રસ્તો સરળ બન્યો હતો.અમે માઈગ્રેટ્સ માટે જરૂરી એવી પ્રક્રિયાઓને સતત સરળ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.
ભારતીય વિદ્યાર્થીઓ વધી રહ્યા છે
60 હજારથી વધારે વિદ્યાર્થીઓ જર્મનીની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. અહીંયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું એક ગ્રૂપ બની રહ્યું છે. આ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કર્યા બાદ અડધાથી વધારે લોકો જર્મનીમાં જ નોકરી મેળવીને સ્થાયી થઈ જાય છે. સ્કિલ્ડ ઉમેદવારોના માઈગ્રેશનને વેગ આપવો એ ભારત-જર્મનીની પ્રોફેશનલ અને આંતરિક સમજૂતી છે. આજે જર્મન ભાષના કોર્ષ થઈ રહ્યા છે. આ માટેની કેટલીક જરૂરી પરીક્ષાઓ ઉપર પણ કામ થઈ રહ્યું છે.