Fri May 08 2026

Logo

બંગાળમાં ભાજપે 'સરકાર' બનાવવાની તૈયારી કરી: ગુજરાત-મહારાષ્ટ્રની પેટર્ન મુજબ સરકાર બની શકે, ત્રણ નામ ચર્ચામાં...

2026-05-08 16:04:54
Author: Mumbaui Samachar Team
Article Image

અમિત શાહ અને મોહન માઝીની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીની રેસ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર બનવા જઈ રહી છે. બંગાળમાં પણ સરકાર બનાવવા માટે એક મુખ્ય પ્રધાનની સાથે એક કે બે નાયબ મુખ્ય પ્રધાન બનાવવાનું વિચારી શકે છે. એટલે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ભાજપશાસિત રાજ્યની પેટર્નનું પુનરાવર્તન થઈ શકે.

હાલમાં પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી કોણ હશે એની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ડેપ્યુટી સીએમ તરીકે મહિલાની તક આપવામાં આવી શકે છે. ભાજપ પહેલીવાર પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે. સવાલ એ ચર્ચાય છે કે, CM કોણ અને DyCM કોણ? કૉલકાતાથી લઈને દિલ્હી સુધીના રાજકારણ આ મામલે ઘણાય નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે.

ઓડિશાના મુખ્યમંત્રી પણ જોડાશે

કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝી ભાજપની ધારાસભ્ય દળની મુખ્ય બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પણ નિયુક્તિ થશે. પાર્ટીમાં સત્તા અને સંગઠન વચ્ચે સંતુલન બની રહે એ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે.

ભાજપ માત્ર સરકાર બનાવી સંતોષ માની લે એવી પાર્ટી નથી, બંગાળમાં લાંબા સમય સુધી મજબૂત સ્થિતિમાં રહેવા માટે તથા રાજકીય રીતે સશક્ત થવા માટે ભાજપ ગ્રાઉન્ડ લેવલ કામ કરતો પક્ષ છે. પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં પણ હાલ જ શૈલીથી કામ થઈ રહ્યું છે. આ જ કારણ છે કે, સંભવિત કેબિનેટમાં સંગઠન સાથે જોડાયેલા કેટલાક જૂના ચહેરાની સાથે નવા અને પ્રતિકાત્મક નેતાઓને પણ સ્થાન મળે એવી તૈયારી છે. 

સુવેંદુ અધિકારીનું નામ CM તરીકે

મુખ્યમંત્રીની રેસમાં નેતા સુવેંદુ અધિકારીનું નામ સૌથી આગળ છે, નંદીગ્રામમાંથી મમતા બેનર્જીને માતા આપ્યા બાદ પશ્ચિમ બંગાળ ભાજપનો એ સૌથી મજબૂત ચહેરો છે. સંગઠનમાં એમની પકડ પણ સારી છે. દક્ષિણ બંગાળમાં એમનો એક પ્રભાવ જોવા મળ્યો છે.

પક્ષ એમને પશ્ચિમ બંગાળમાં એક મજબૂત આધાર અને પક્ષમાં એક સશક્ત નેતા તરીકે જુએ છે. મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે અગ્નિમિત્રા પોલનું નામ ચર્ચામાં છે. રાજનીતિમાં આવતા પહેલા અગ્નિમિત્રા પોલ એક ફેશન ડિઝાઈનર હતા. સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં આ વાતનો તેમણે ઉલ્લેખ કર્યો છે. હકીકત એ પણ છે કે, એમની સામે કેટલાક કેસ પણ ફાઈલ થયેલા છે. 

23 કેસ ચોપડે નોંધાયેલા

ચૂંટણીમાં રજૂ કરેલી એફિડેવિટ અનુસાર 23 કેસ ચોપડે નોંધાયેલા છે પણ એક પણ કેસમાં તે દોષિત સાબિત થઈ નથી. આ પછી રૂપા ગાંગુલીનું નામ પણ ચર્ચામાં છે. પૂર્વ રાજ્યસભા સાંસદ રૂપા ગાંગુલી રાજનીતિની સાથે મનોરંજન જગતમાં પણ મોટું નામ ધરાવે છે. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર કરીને સમગ્ર દેશમાં લોકપ્રિયતા મેળવી છે.

વર્ષ 2015માં તે ભાજપમાં સામેલ થયા હતા. વર્ષ 2016-2022 સુધી તે રાજ્યસભાના સાંસદ તરીકે રહ્યા હતા. તાજેતરમાં તેમણે દક્ષિણ વિધાનસભા બેઠક પરથી જીત મેળવી, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અરૂંધતિ મૈત્રાને 35 હજાર મતથી માત આપી. બીજી તરફ મુખ્યમંત્રીની રેસમાં ભાજપ નેતા લોકેટ ચટર્જીનું નામ આગળ છે. લોકેટ કૉલકાતામાં સૌથી વધુ ચર્ચામાં રહેતા નેતા પૈકી એક છે. 

TMCમાંથી BJPમાં આવ્યા

રાજનીતિમાં આવતા પહેલા તે અભિનેત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. વર્ષ 2019-2024 સુધી તે હુલગી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે રહ્યા હતા. આ સિવાય ભાજપ મહિલા મોરચા પશ્ચિમ બંગાળના અધ્યક્ષ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પાર્ટીના પ્રદેશ મહાસચિવની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.

લોકેટ પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં જોડાયા હતા. સમયાંતરે તે મહિલા સંબંધિત મુદ્દાઓ ઊઠાવે છે. મમતાદીદીની રાજ્ય સરકાર પર શાબ્દિક વાર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી તરીકે કોઈ વ્યક્તિનું એલાન કરી શકે છે. ધારાસભ્ય દળની બેઠકમાં કોનું નામ ચર્ચાય છે અને કોણ ફાઈનલ થાય છે એ હવે જોવાનું છે.