શ્રીનગરઃ પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શન કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યમાં ભાવિકો જમ્મુ કાશ્મીર જાય છે. પહાડ પર પદયાત્રા અને ચઢાણ વાળા રસ્તાઓ પર શ્રદ્ધાળુઓ બમ-બમ ભોલેના નાદ, શિવભજન અને મહાદેવ હરના નારા સાથે આગળ વધે છે. જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા પણ કેટલીક તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સુરક્ષા બંદોબસ્તને લઈને જે તે પોઈન્ટ પર ટીમને ખાસ જવાબદારી સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સૈન્ય સુરક્ષનાના જવાનોને પણ જે તે પોઈન્ટ પર જવાબદારી સોંપવામાં આવી છે.
આગામી અઠવાડિયાથી યાત્રા શરૂ
તા.3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે RTO જમ્મુ કાશ્મીર દ્વારા જુદા-જુદા પોઈન્ટ પર બસ, ટેક્સી, કેબ તથા અન્ય વાહનો પર કેટલાક ભાડા નક્કી કરી નાંખ્યા છે. આ ભાડાથી વધારે કોઈ રકમ વાહનચાલક વસુલી શકશે નહીં.વિભાગે યાત્રીઓને નિશ્ચિત કરેલું ભાડું આપવા અને વિભાગે નક્કી કરેલા વાહનોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. કાશ્મીરના મોટર વાહન વિભાગે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, પ્રવાસ દરમિયાન નક્કી કરેલા ભાડાની વિગત અમરનાથ યાત્રા દરમિયાન સાથે રાખવી. કોઈપણ ફરિયાદ અથવા જાણકારી માટે જમ્મુ કાશ્મીર મોટર વિભાગની સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ.
ટેક્સી ભાડાની વિગત
પહેલગાંવથી જમ્મુ સુધી બસ યાત્રા માટે ₹424 ભાડું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ટેક્સી અથવા કેબ માટે ₹959 નક્કી કરવામાં આવ્યા છે. શ્રીનગરથી જમ્મુ માટે બસનું ભાડું ₹468 નક્કી કરાયું છે.મેક્સી અને મોટી કેબ માટે ₹1035 નક્કી કરવામાં આવ્યા છે. શ્રીનગરથી બાલતાલના રસ્તા માટે ₹175, ટેક્સી/મેક્સી કેબ માટે ₹386 નક્કી કરવામાં આવ્યા છે. બાલતાલથી જમ્મુ સુધી ₹643 નક્કી કરવામાં આવ્યા છે. મોટી કેબ માટે ₹1421 નક્કી કરવામાં આવ્યા છે. શ્રીનગરથી પહેલગાંવ માટે ₹173 બસ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. ટેક્સી/મેક્સી કેબ માટે ₹384 ભાડું નક્કી કરાયું છે. જમ્મુથી શ્રીનગર માટે સેમી ડિલક્સ બસ માટે ₹468 નક્કી કરવામાં આવ્યા છે.
જુદા જુદા સેન્ટરના ભાડાની વિગત
ડિલક્સ બસ માટે ₹649, સુપર ડિલક્સ બસ માટે એસી બસના ₹793 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ માટે ₹355થી ₹306 સુધીનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. ભદ્રવાહ માટે ₹307થી ₹522, બનિહાલ માટે ₹274થી 464 રૂપિયા, પૂછ સેક્ટર માટે ₹420થી 710 તથા પટણીટોપ માટે ₹191થી ₹322 સુધીનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. નક્કી કરેલા ભાડા અનુસાર, જમ્મુ બસ સ્ટેન્ડથી કટરા સુધીનું ભાડું પ્રતિ મુસાફર સેમી-ડિલક્સ બસ માટે ₹74, ડિલક્સ બસ માટે ₹103 અને સુપર ડિલક્સ એસી કોચ માટે ₹123 નક્કી કરવામાં આવ્યું છે. જમ્મુ રેલ્વે સ્ટેશનથી કટરા સુધીનું ભાડું અનુક્રમે ₹92, ₹127 અને ₹155 રહેશે.