Tue Aug 25 2026

Logo

અમદાવાદમાં હિન્દુ લગ્ન સમારંભમાં તોફાન મચાવનારા સાતને પોલીસે પકડ્યા

2026-02-21 15:45:56
Author: pooja shah
અમદાવાદમાં હિન્દુ લગ્ન સમારંભમાં તોફાન મચાવનારા સાતને પોલીસે પકડ્યા

અમદાવાદઃ શહેરના વોરાના રોઝા વિસ્તારમાં એક હિન્દુ લગ્ન સમારંભમાં લાઉડસ્પીકરના વૉલ્યુમ મામલે બે કોમી જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. શહેરકોટડા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આ ઘટના નોંધાઈ હતી. 

લાઉડસ્પીકરના ઊંચા અવાજ મામલે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર થતા બન્ને જૂથો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. ત્યારબાદ એક ટોળાએ કથિત રીતે પથ્થરમારો કર્યો હતો અને વાહનોને પણ નુકસાન  પહોંચાડ્યું હતું. અચાનક શરૂ થયેલા આ તોફાનોએ લગ્ન સમારંભનો માહોલ તણાવગ્રસ્ત બનાવી દીધો હતો. 

ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસ દોડી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લાવી હતી. પોલીસે ઘટનાની સમૂળગી તપાસ શરૂ કરી હતી અને બન્ને પક્ષ તરફથી ફરિયાદો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. હાલમાં એક સગીર સહિત સાતની અટકાયત કરવામાં આવી હતી. બન્ને જૂથ સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.