Thu Jul 23 2026

Logo

અમદાવાદના રાણીપમાં BRTS બસ નીચે બાઇક આવી જતાં બે જણ ગંભીર રીતે ઘાયલ

2026-05-21 16:58:15
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદમાં વાહનોના અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં બીઆરટીએસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શહેરના રાનીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ નજીક બીઆરટીએસ બસની નીચે બાકી આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક અને સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.  

મળતી વિગતો અનુસાર, શહેરના રાણીપ બીઆરટીએસ બસ ટ્રેક પરથી બે બાઇક ચાલક પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન વાડજ તરફથી આવી રહેલી બીઆરટીએસ બસ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બીઆરટીએસ બસ નીચે આવી જતાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી,  જ્યારે બાઈકમાં સવાર અન્ય વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

અક્સ્માતના બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની એક ટીમ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિની હાલત તપાસવા માટે હોસ્પિટલ પહોંચી હતી અને અન્ય એક ટીમે બનાવના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ આદરી હતી. જો કે અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.