બિહાર અને ગુજરાત વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ભારતીય રેલવે અમદાવાદ અને ભાગલપુર વચ્ચે નવી સાપ્તાહિક (વીકલી) અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહી છે. ટ્રેન નંબર 19423 ની ટિકિટનું બુકિંગ શુક્રવાર, 21 ઓગસ્ટથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેન અમદાવાદથી ભાગલપુરનું અંતર આશરે 36 કલાક 10 મિનિટમાં કાપશે.
રેલવેએ વર્તમાન 09447/09448 અમદાવાદ-પટના-અમદાવાદ ક્લોન સ્પેશિયલને નિયમિત સેવામાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. હવે આ સેવા 19423/19424 અમદાવાદ-ભાગલપુર-અમદાવાદ સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ તરીકે દોડશે. પૂર્વ રેલવે (ઈસ્ટર્ન રેલવે)ના જણાવ્યા અનુસાર, 'સિલ્ક સિટી' તરીકે જાણીતા ભાગલપુરને ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર અમદાવાદ સાથે વધુ સારી રેલ કનેક્ટિવિટી મળશે. આ રૂટ પર મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રેલવેએ આ નિર્ણય લીધો છે.
26 ઓગસ્ટથી શરૂ થશે સેવા
ટ્રેન નંબર 19423 અમદાવાદથી 26 ઓગસ્ટ 2026થી દર બુધવારે સાંજે 6:30 વાગ્યે રવાના થશે. અને તે શુક્રવાર સવારે 6:40 વાગ્યે ભાગલપુર પહોંચશે. અમદાવાદથી ભાગલપુર સુધીની મુસાફરી અંદાજે 36 કલાક 10 મિનિટની હશે.
રિટર્નમાં ટ્રેન નંબર 19424 ભાગલપુરથી 28 ઓગસ્ટ 2026થી દર શુક્રવારે સાંજે 4:45 વાગ્યે ચાલશે. આ ટ્રેન રવિવાર સવારે 5:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. રિટર્નમાં સફર અંદાજે 36 કલાક 40 મિનિટમાં પૂર્ણ થશે.
ફક્ત જનરલ અને સ્લીપર કોચ
નવી અમૃત ભારત એક્સપ્રેસમાં જનરલ ઇનરિઝર્વ્ડ અને સ્લીપર ક્લાસના કોચ હશે. ટ્રેનની મહત્તમ સ્પીડ 110 થી 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આશા છે. આ ટ્રેન સપ્તાહમાં આક દિવસ ચાલશે.
આ યાત્રીઓને મળશે ફાયદો
નવી ટ્રેનથી બિહાર અને ગુજરાત વચ્ચે યાત્રા કરનારા યાત્રીઓને વધુ એક સીધો રેલ વિકલ્પ મળશે. ખાસ કરીને ભાગલપુર, પટના, દાનાપુર, બક્સર, કોટા, રતલામ, આણંદ અને અમદાવાદના મુસાફરોને તેનો સીધો ફાયદો મળશે. જનરલ અનરિઝર્વ્ડ અને સ્લીપર ક્લાસના કોચ હોવાથી આ સેવા સામાન્ય યાત્રીએ માટે એક ઉપયોગી વિકલ્પ છે. રેલવેના આ નિર્ણયથી બિહારના મહત્વપૂર્ણ બિઝનેસ શહેર ભાગલપુર અને ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર અમદાવાદની વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત થશ.