Fri Sep 04 2026

Logo

આચમનઃ હૃદયની શુદ્ધિ વિના માણસ આદરણીય બની શકતો નથી

2026-05-04 10:12:00
Author: Anwar Valyani
આચમનઃ હૃદયની શુદ્ધિ વિના માણસ આદરણીય બની શકતો નથી

અનવર વલિયાણી


એક વેળા અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સિગરામમાં બેસીને ઘરભણી જઈ રહ્યા હતા. રસ્તામાં એક હબસીએ હેટ ઉતારી તેમનું અભિવાદન કર્યું. લિંકને પણ સામે હેટ ઉતારી અભિવાદનનો ઉત્તર આપ્યો.

- બાજુમાં બેઠેલા એક ગોરા મિત્રને આ વાત રુચિ નહીં.

* તેણે લિંકન સાહેબને કહ્યું: આવા કાળા હબસીને માટે તમે કેમ હેટ ઉતારો છો?
* સહેજ હસી અબ્રાહમ લિંકને કહ્યું: કોઈ પણ વ્યક્તિ મારા કરતાં વધુ નમ્ર-નિખાલસ હોય તે હું કેમ સહન કરી શકું?’

- નિખાલસ દિલ વિનાનો માનવ
* પ્રકાશ વિનાના પ્રદિપ જેવો,
* સૂર વિનાના સંગીત જેવો,
* છાયા વિનાના વૃક્ષ જેવો,
* ઠંડક વિનાના હિમાંશુ જેવો,
* નીર વિનાના નદી જેવો,
* મૂર્તિ વિનાના મંદિર જેવો હોય છે.

- મુખનો મીઠો નહીં પણ મનનો મીઠો માનવ જ સન્માનને યોગ્ય છે.

- નિખાલસતા કે હૃદયની સરળતાના અભાવે ઈન્સાન
* દંભી,
* કપટી,
* ક્રોધી,
* અભિમાની બને છે.

- જ્યાં સરળતાં ત્યાં જ ધર્મ, ધર્મો માણસના ચરણે શ્રીમંતો અને ધીમન્તો પણ શિશ ઝૂકાવે છે.
- સુખ અને શાંતિ અને પ્રગતિના-તરક્કીના સાચા દિદાર-દર્શન પણ એજ પામી શકે છે.
- જીવનમાં

* ડોળ,
* દેખાવ,
* દંભ ભર્યો હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું હૃદય સ્વચ્છ કે સાફ થતું નથી.

- હૃદયની શુદ્ધિ વિના મનુષ્ય

* ઘર - કુટુંબ - કૌટુંબિક સમાજમાં આદરણીય બની શકતો નથી. 

-જે સ્વયંનો સ્વામી છે તે જ મહાન સમ્રાટ હોવાની હકીકતને વાચા આપતો આ પ્રસંગ પણ બોધમાં વધારો કરનારો બની રહેવા પામશે.

- એક સમ્રાટ હતો.
- એક સાંજે એક વૃદ્ધનો તેને ધક્કો લાગ્યો.
- રસ્તો સાંકડો હતો, સાંજનો અંધકાર પણ હતો.
- સમ્રાટ ગુસ્સે થયો અને વૃદ્ધને તુુમાખી રીતે પૂછ્યું: ‘આપ કોણ છો?’

વૃદ્ધે હળવેથી જવાબ આપ્યો: ‘એક સમ્રાટ!’
- ‘સમ્રાટ!’ સમ્રાટને આશ્ચર્ય થયું અને પછી મજાકમાં પૂછ્યું? ‘કયા દેશ પર તમે રાજ ચલાવો છો?’
- વૃદ્ધે કહ્યું: ‘સ્વયં પર! મારા મન અને મારા ભીતર ઉપર મારું રાજ્ય છે!’
- વાત કેટલી સાચી છે.
- જે સ્વયંનો સ્વામી છે તે જ મહાન સમ્રાટ છે.

બોધ:
* જેની પાસે સદ્વર્તન હશે એ મોટા સામ્રાજ્યને પાર દોરી શકશે.
* સદ્વર્તન હરેક સ્થળે વિજયી થાય જ છે. પણ એની શરત એટલી કે એ સદ્વર્તન હૃદયની સાચી ઊંડી ગુહામાંથી આવનારો પદાર્થ જોઈએ, લોકલજ્જાની માટે ધારણ કરેલો વેષ નહીં!

અમૃતબિંદુ:
* જેઓ મધ્યમસર સુખ અને સ્વતંત્રતા ભોગવે છે અને વખતસર પોતાના કર્તવ્ય પર સહેલાઈથી પાછા થઈ જાય છે એ ઉત્તમ સમજવા.
* કર્તવ્યનો ભંગ થતો ન હોય એવી રીતે સુખ ભોગવવામાં કંઈ ખોટું નથી. એટલું જ નહીં પણ એવી જાતનું સુખ ભોગવવું એ માણસની ફરજ છે કારણ કે સુખના રસથી પુષ્પ ખીલે એમ જીવન ખીલે છે.