Wed Jun 10 2026

Logo

સુરત જિલ્લામાં 19 પોલીસકર્મીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

2026-06-10 11:42:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા એક મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમણે જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 19 પોલીસકર્મીઓની બદલીના આદેશ આપ્યા હતા.  કીમ, કોસંબા, પાલોદ, કામરેજ, ઉમરપાડા, માંડવી, બારડોલી, ઓલપાડ, પલસાણા, તડકેશ્વર, મહુવા, ઝંખવાવ અને અનાવલ જેવા વિસ્તારોના પોલીસ મથકોમાં નવી નિમણૂકો કરવામાં આવી હતી.

આ બદલીઓ નિયમ મુજબની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાક પોલીસકર્મીઓની પોતાની અંગત વિનંતી (અરજી)ને ધ્યાનમાં રાખીને પણ તેમને બદલી આપવામાં આવી હતી. બદલી પામેલા તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાએ ફરજ પર હાજર થઈ જવા માટે કહી દેવામાં આવ્યું હતું.

સુરત જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સારી બને તે માટે ઘણા સમય પછી આ રીતે 19 પોલીસવાળાઓની જગ્યાઓ અરસપરસ બદલવામાં આવી હતી. છાયાબેન અરજણભાઈની પલસાણાથી મહિલા, વ્યોમકેશભાઈ નટુભાઈની અનાવલથી બારડોલી ટાઉન, અંકુરભાઈ મોતીભાઈની કિમથી ઉમરપાડા, ભરતભાઈ સુભાષભાઈની SDPO બારડોલીથી ઓલપાડ, ઉમેશભાઈ નટુભાઈની બારડોલી ટાઉનથી કડોદરા, રીતેશભાઈ ઉબરસિંગભાઈની અનાવલથી SDPO બારડોલી, સહદેવસિંહ નારસંગભાની બારડોલી રૂરલથી તડકેશ્વર બદલી કરવામાં આવી હતી.

આ ઉપરાંત દિલીપભાઈ કોટેસિંગભાઈની તડકેશ્વરથી માંડવી, હેમંતભાઈ મહેન્દ્રભાઈની મહુવાથી અનાવલ, ઉર્મિલાબેન કમચીભાઈની બારડોલી ટાઉનથી ઝંખવાવ, વિજયભાઈ ચૈતરામભાઈનું પલસાણાથી બારડોલી રૂરલ, લાલાભાઈ મારૂભાઈની ઉમરપાડાથી પોલીસ મુખ્ય મથક (એટેચ સાયબર સેલ), સંજયભાઈ પાલજીભાઈની કોસંબાથી કામરેજ, નિલેશભાઈ અશોકભાઈની કોસંબાથી જિલ્લા કંટ્રોલ રૂમ, હિંમતસિંહ જેસિંગભાઈની પાલોદથી ઉમરપાડા અને રમજાનભાઈ ચાંદભાઈની ઉમરપાડાથી પાલોદ ખાતે બદલી કરવામાં આવી હતી.