Sat Apr 18 2026

Logo

મેસેજનો મામલો ગરમાયો, યુઝવેન્દ્ર ચહલએ તાનિયા ચેટર્જી સામે માનહાનિનો દાવો કર્યો

2026-04-18 16:18:40
Author: Mumbai Samchar Team
Article Image

મુંબઈઃ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પોતાની રીલેશનશીપને લઈને સતત ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તાનિયા ચેટર્જીએ ખુલાસો કર્યો હતો કે, યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2023માં ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. હવે ક્રિકેટરે એક્ટ્રેસ પર માનહાનિનો દાવો કરી દીધો છે. તાનિયા આ પહેલા એવો દાવો કર્યો હતો કે, યુઝવેન્દ્રની પીઆર ટીમ તરફથી પણ મેસેજ આવ્યો હતો. ક્રિકેટરે પણ એક્ટ્રેસને ક્યૂટ એવો મેસેજ કર્યો હતો. આ પછી મામલો ગરમાયો હતો. 

એમની ટીમનો પહેલા મેસેજ આવ્યો

તાનિયાએ કહ્યું હતું કે, વીડિયો વાયરલ થયા બાદ યુઝવેન્દ્ર ચહલની ટીમ તરફથી વીડિયો ડીલીટ કરવા માટે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. હવે આ મામલે કાયદાકીય લડત શરૂ થઈ છે. યુઝવેન્દ્ર ચહલે તાનિયા ચેટર્જી પર માનહાનિનો દાવો કરી દીધો છે. ક્રિકેટરે એક્ટ્રેસને એક નોટીસ પણ ફટકારી દીધી છે. માનહાનિના દાવા અંગે એક્ટ્રેસે જ વાત કહી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટ્રેસનું કહેવું છે કે, યુઝવેન્દ્ર ચહલે મારા પર માનહાનિનો દાવો કર્યો છે. એક નોટીસ પણ મોકલી છે, મને આઈડિયા ન હતો કે, આ વીડિયો એટલો ઝડપથી વાયરલ થઈ જશે. હવે લોકો મને ટ્રોલ કરી રહ્યા છે. બદનામી તો મારી થઈ રહી છે. 

વીડિયો વાયરલ થઈ જશે ખબર ન હતી

એમને કંઈ થતું નથી, મને ખબર ન હતી કે, વીડિયો આટલો વાયરલ થઈ જશે.ટ્રોલર્સનો સામનો તો હું કરી રહી છું.આ મને બદનામ કરવાનો કારસો છે. એમની સામે કોઈ પ્રકારના પગલાં નહીં લેવાય. વીડિયોને લઈ જે કંઈ થઈ રહ્યું છે એમાં મને નથી લાગતું કે, આ કોઈ એવી મોટી વાત હોય.મેં તો માત્ર મજાકમાં કેટલીક વાત કરી હતી પણ આ મામલો તો વધારે પડતો મોટો થઈ રહ્યો છે. હકીકત એ પણ છે કે, આ પહેલા પણ એક્ટ્રેસે એ વાત કહી હતી કે, એમના રીએક્શનને લઈને હું કંઈ એટલી સીરીયસ ન હતી.