Mon Sep 14 2026

Logo

યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય,અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા લાગુ

2026-05-16 17:25:16
Author: Chandrakant Kanoja
યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય,અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા લાગુ

લખનઉ : ઉત્તર પ્રદેશમાં ઇંધણની બચત માટે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. આ અંગે શ્રમ વિભાગની બેઠકમાં ઉર્જા વપરાશ ઘટાડવા અને ઉદ્યોગોને રાહત આપવા માટે અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઓફિસો અને ફેક્ટરીઓને તબક્કાવાર શિફ્ટમાં ચલાવવાનો નિર્ણય

આ ઉપરાંત બેઠકમાં ઓફિસો અને ફેક્ટરીઓને તબક્કાવાર શિફ્ટમાં ચલાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ અંગે  અધિકારીઓએ જણાવ્યું હતું કે  ગેસ પુરવઠામાં તંગીના લીધે  ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. જેના કારણે અનેક ઉદ્યોગોમાં નોકરીઓ પર જોખમ ઊભું થયું છે. સરકાર ટૂંક સમયમાં વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરશે.

રાજ્યમાં અનેક ઔદ્યોગિક એકમો માટે કટોકટીની સ્થિતિ 

ઉત્તર પ્રદેશમાં  વધતા ઉર્જા ખર્ચ અને ગેસ પુરવઠાની તંગીના  કારણે અનેક ઔદ્યોગિક એકમો માટે કટોકટીની સ્થિતિ ઊભી થઈ છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને  શ્રમ વિભાગ દ્વારા આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. શ્રમ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં  ઉર્જા વપરાશ ઘટાડવા અને ઉદ્યોગોને રાહત આપવા માટે અઠવાડિયામાં બે દિવસ 'વર્ક ફ્રોમ હોમ' વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.