Sat Sep 05 2026

Logo

મહિલા ટી-20 વર્લ્ડ કપઃ રવિવારે ભારત જીતે એટલે સેમિની લગોલગ

Manchester   2026-06-20 22:08:00
Author: Ajay Motiwala
મહિલા ટી-20 વર્લ્ડ કપઃ રવિવારે ભારત જીતે એટલે સેમિની લગોલગ

સાઉથ આફ્રિકા સામે પહેલી વખત ટી-20 વિશ્વ કપમાં મુકાબલો

મૅન્ચેસ્ટરઃ ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે અહીં રવિવારે (ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી) મહિલા ટી-20 વર્લ્ડ કપની મહત્ત્વની મૅચ રમાશે, કારણકે આ મૅચ જીતીને હરમનપ્રીત કૌરની ટીમ સેમિ ફાઇનલની લગોલગ પહોંચી જશે.

ટી-20 વર્લ્ડ કપ (WC)માં ભારતીય મહિલાઓ પહેલી જ વખત સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે. રવિવારની અન્ય એક મૅચ (બપોરે 3.00 વાગ્યાથી) શ્રીલંકા-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાશે અને એમાં કૅરિબિયન ટીમ જીતીને ભારતની જેમ સેમિ ફાઇનલમાં નામ લગભગ પાક્કું કરાવી લેશે. જોકે શ્રીલંકાને પણ જીતીને એવી જ તક મળશે.

કૅપ્ટન હરમનપ્રીત કૌરની રવિવારે 200મી ટી-20 છે જેમાં ભારતીય ટીમ સુકાનીને વિજયની બક્ષિસ આપી શકશે. શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા વગેરે ખેલાડીઓ એકલા હાથે ભારતને જિતાડી શકે એમ છે.

રવિવારે મૅન્ચેસ્ટરમાં આકાશમાં વાદળો છવાયેલા રહેશે, પણ વરસાદ પડવાની આગાહી નહોતી.