Tue Apr 21 2026

Logo

ગેસ સિલિન્ડરનો 'મેજિક નંબર': 14.2 કિલોની પાછળ છુપાયેલા છે કેટલાક ખાસ સિક્રેટ્સ, 99 ટકા લોકોને નથી ખબર...

2026-03-24 16:13:00
Author: darshana Visaria
Article Image

હાલમાં ઈરાન-ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસર દેશના રસોડા સુધી પહોંચી ગઈ છે. મોટાભાગના રસોડામાં વપરાતા લાલ એલપીજી ગેસ સિલિન્ડર માટે નાગરિકોએ લાંબી લાંબી લાઈનો લગાવવી પડી રહી છે અને તેમ છતાં સિલિન્ડર મળી નથી રહ્યા. જો તમે પણ આ ગેસ સિલિન્ડર ધ્યાનથી જોયું હશે તો તમને પણ ખ્યાલ હશે કે તેના પર 14.2 કિલોગ્રામ વજન લખ્યું હોય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આ ગેસ સિલિન્ડરમાં ગેસ 14.2 કિલોગ્રામ ગેસ જ કેમ હોય છે, એનાથી વધુ કે ઓછું કેમ નહીં? ચાલો આજે તમને આ વિશે જણાવીએ... 

વાત કરીએ કે ગેસ સિલિન્ડરમાં કેમ 14.2 કિલોગ્રામ ગેસ ભરવામાં આવે છે પૂરું 14 કિલો કે પછી 15 કિલો ગેસ કેમ નથી એની. તમારી જાણકારી માટે કે ગેસ સિલિન્ડર પર જોવા મળતો આ 14.2 કિલોગ્રામ એ કોઈ સામાન્ય નંબર નથી, પરંતુ તેની પાછળ બર્મા શેલ (Burmah Shell) કંપનીનો દાયકાઓ જૂનો સર્વે અને વિજ્ઞાન છુપાયેલું છે. આજે આપણે આ સ્ટોરીમાં આ પાછળના ચાર મુખ્ય કારણો વિશે વાત કરીશું. 

ગેસ સિલિન્ડરમાં કેમ 14.2 કિલોગ્રામ ગેસ જ હોય છે એના સૌથી પહેલાં અને મહત્ત્વના કારણ વિશે વાત કરીએ તો દાયકાઓ પહેલા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે એક સરેરાશ વ્યક્તિ કોઈપણ મશીન વગર અંદાજે 30 કિલો સુધીનું વજન આરામથી ઊંચકી શકે છે. 14.2 કિલો ગેસ અને સિલિન્ડરનું ખાલી વજન એમ બંને મળીને કુલ વજન અંદાજે 29.5 કિલોગ્રામથી 30 કિલોગ્રામ જેટલું થાય છે. આવી સ્થિતિમાં જો જો ગેસનું વજન 15 કિલોથી વધુ હોય તો ગેસ અને સિલિન્ડરનું કુલ વજન 35 કિલોથી ઉપર જતું રહ્યું હોત અને એને કારણે તેને ઉચકવા-મૂકવામાં મુશ્કેલી થઈ શકે. 

ઉપાડવા- મૂકવામાં સરળતા સિવાય આ 14.2 કિલો વજનનું બીજું કારણ છે પ્રેશર હેન્ડલ કરવાની ક્ષમતા છે. આપણે સૌ એ વાત તો જાણીએ છીએ કે એલપીજી એ એક અત્યંત જ્વલનશીલ અને તાપમાન પ્રત્યે સંવેદનશીલ છે. ગરમી વધતા ગેસ ફેલાય છે, જેનાથી સિલિન્ડરની અંદર દબાણ વધે છે. સુરક્ષાના નિયમો મુજબ, સિલિન્ડરની અંદર થોડી ખાલી જગ્યા (Headspace) છોડવી અનિવાર્ય છે જેથી ગેસને ફેલાવા માટે જગ્યા મળે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ 14.2 કિલો એ એક એવો આંકડો છે, જેમાં ગેસનું દબાણ સિક્યોર લેવલ સુધી રહે છે અને સિલિન્ડર ફટવાનું જોખમ નહિવત્ થઈ જાય છે.

આ સિવાય સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે સરેરાશ ચારથી પાંચ સભ્યો ધરાવતા ભારતીય પરિવારને આ 14.2 કિલો ગેસ અંદાજે 30થી 45 દિવસ સુધી ચાલે છે. આ સમયગાળો રિફિલિંગના ચક્ર માટે સૌથી યોગ્ય માનવામાં આવ્યો છે. ઉપરાંત જો સિલિન્ડર નાનો હોત તો વારંવાર બુકિંગ કરવું પડત અને જો વધુ મોટો હોત તો તેની કિંમત અને વજન મધ્યમ વર્ગના બજેટની બહાર હોત એ પણ એક કારણ છે કે સિલિન્ડરમાં ગેસનું વજન 14.2 કિલો રાખવાનું નક્કી કરવામાં આવ્યું. 

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ સમય સાથે ટેકનિક બદલાઈ, પણ 14.2 કિલોનું આ બેલેન્સ એટલું સચોટ સાબિત થયું કે તેને ક્યારેય બદલવાની જરૂર પડી નથી. ટ્રકમાં લોડિંગ કરવાથી લઈને ગોડાઉનમાં રાખવા સુધી, આ વજન સૌથી વધુ વાજબી અને સુરક્ષિત જણાયું છે.

છે ને એકદમ અનોખી અને રસપ્રદ માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.