શ્રીનગર: ગત વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હીનાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની બહાર એક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 15 લોકો માર્યા ગયા હતાં. આ દરમિયાન હરિયાણાના ફરીદાબાદમાં આવેલી અલ ફલાહ યુનીવર્સીટીમાં 'વ્હાઇટ કોલર' ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો હતો, તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. એવામાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા ડોકટરો વર્ષો લોકોને કટ્ટરપંથી બનાવવાનું કામ કરી રહ્યા હતાં અને એક નવું આતંકવાદી સંગઠન બનાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ મામલામાં સામેલ ડોકટરો 2016 થી સ્થાનિક લોકો કટ્ટરપંથી બનાવવાનું કામ કરી રહ્યા હતાં, જમ્મુ અને કાશ્મીરના અંતરિયાળ વિસ્તારોમાં વિધ્વંસક પ્રવૃત્તિઓ કરવા માટે તેમને "અંસાર ઇન્ટરિમ" નામનું એક નવું આતંકવાદી સંગઠન બનાવ્યું હતું,
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) આ કેસની તપાસ કરી રહી છે, લાલ કિલ્લાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર ડૉ. ઉમર-ઉન નબી ચલાવી રહ્યો હતો, વિસ્ફોટમાં એ પણ માર્યો ગયો, તેણે 2016 અને 2018 માં જમ્મુ અને કશ્મીરમાં કેટલાક આતંકવાદી જૂથોમાં જોડાવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
શ્રીનગરમાં બનાવ્યું આતંકવાદી સંગઠન:
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આ કેસમાં આરોપી મુઝામિલ ગની, ઉમર-ઉન નબી અને અદીલ રાથેર, તેનો ભાઈ મુઝફ્ફર રાથેર (ફરાર), તેમજ મૌલવી ઇરફાન, કારી આમિર અને તુફૈલ ગાઝી એપ્રિલ 2022 માં શ્રીનગરમાં ઈદગાહ ખાતે મળ્યા હતા. આ દરમિયાન તેમણે "અંસાર ઇન્ટરિમ" નામનાં આતંકવાદી સંગઠન બનાવવાની રચના કરવાનું નક્કી કર્યું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સક્રિય આતંકવાદીઓ સાથેના તેમના બધા સંપર્કો તૂટી જતાં, ડોકટરોએ નવું સંગઠન બનાવવાનું નક્કી કર્યું હતું.
સંગઠનમાં જવાબદારી:
શ્રીનગરમાં બેઠક દરમિયાન સભ્યોને સંગઠનમાં જવાબદારીઓ અને કાર્યકારી કોડ સોંપવામાં આવ્યા હતા. આદિલને અંસાર ઇન્ટરિમ સંગઠનના 'અમીર' એટલે કે મુખ્યા તરીકેની જવાબદારી સોંપાવામાં આવી હતી. મૌલવી ઇરફાનને 'નાયબ અમીર' તરીકે અને ગેનીને ખજાનચી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉમરને કોર્ડીનેટરની અને ગેનીને નાણાકીય જવાબદારી સોંપવામાં આવી હતી.
આ રીતે બનાવ્યા વિસ્ફોટકો:
વર્ષ ૨૦૨૩ માં આ સંગઠને વિસ્ફોટકો બનાવવા હરિયાણાના સોહના અને નુહ વિસ્તારોમાંથી રસાયણિક ખાતર એકઠું કરવાનું શરુ કર્યું હત્તું. ફરીદાબાદની એક રસાયણ દુકાનમાંથી NPK ની ખરીદી કરવામાં આવી હતી. ઉમેરે ઓનલાઈન વીડિયો જોઇને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બનાવતા શીખ્યો હતો. તે ટ્રાયસેટન ટ્રાઇપેરોક્સાઇડ (TATP) તૈયાર કરવામાં સફળ રહ્યો હતો, જે ખતરનાક પેરોક્સાઇડ વિસ્ફોટકોમાંનું એક કેમિકલ છે.
અદીલે અંસાર ઇન્ટરીમ આતંકવાદી સંગઠન માટે સભ્યો શોધવાનું શરૂ કર્યું હતું. અદીલ દાનિશને ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભાડાના મકાનમાં લઈ ગયો, જ્યાં બંનેએ ઉમર અને ગેનીને TATP વિસ્ફોટક બનાવતા જોયા.
ઉમરે દાનિશને 'ફિદાયીન' એટલે કે આત્મઘાતી હુમલો કરવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. દાનિશે પોતાની નબળી આર્થિક સ્થિતિ અને ઇસ્લામમાં આત્મહત્યા પ્રતિબંધિત હોવાની માન્યતાને ટાંકીને પીછેહઠ કરી હતી.