નવી દિલ્હીઃ દેશના ટેલિકોમ વિભાગે સિમકાર્ડ અને વોટ્સએપને લઈને નક્કી કરેલી ગાઈડલાઈન્સ અંગે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્લિકેશન સિમકાર્ડ વગર પણ 31 મી ડિસેમ્બર સુધી ચાલું રહેશે. આ નિર્ણય દેશના ટેલિકોમ વિભાગ તરફથી લેવામાં આવ્યો છે. વેબ વર્ઝન પર તે લોગઆઉટ પણ નહીં થાય. સાયબરફ્રોડને રોકવા માટે આ નિયમ તૈયાર કરવામાં આવ્યો હતો પણ કંપનીઓને કેટલાક ફેરફાર કરવા માટે હવે 31 મી ડિસેમ્બર સુધીનો સમય મળી ગયો છે.
ઓટોમેટિક લોગઆઉટ નહીં થાય
જો કોઈ મોબાઈલ કે ડિવાઈસમાં સિમકાર્ડ નહીં હોય અને વોટ્સએપ ચલાવવું હશે તો એ ચાલું રહેશે. ઓટોમેટિક એ લોગઆઉટ નહીં થાય. ટેકિનિકલ કારણો અંતર્ગત દેશના ટેલિકોમ વિભાગે જે ગાઈડલાઈન્સ નક્કી કરી હતી એ 31 મી ડિસેમ્બર સુધી લાગુ નહીં થાય એવો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર હાલમાં સિમ બાઈડિંગની ગાઈડલાઈન્સને લાગુ કરવાના નિર્ણયને મુલતવી રાખ્યો છે. સિમ બાઈડિંગ સિસ્ટમ 30મી માર્ચથી લાગુ થવાનું હતું, જેની સીધી અસર વોટ્સએપ અને ટેલિગ્રામ પર થઈ રહી હતી. હવે કંપનીઓને 31મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. એપલ કંપનીએ સિમ બાઈડિંગ સામે વાંધો ઊઠાવ્યો હતો.
કંપનીએ આપ્યો ટેકનિકલ હવાલો
આ માટે કંપનીએ ટેકનિકલ કેટલાક કારણોનો હવાલો આપી દીધો હતો, જોકે વેબ વર્ઝનમાં તે ઓટોમેટિક 6 કલાકમાં લોગઆઉટ નહીં થાય. ગત વર્ષે નવેમ્બર મહિનામાં સરકારે સિમ બાઈડિંગને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આ લાગુ થતા વોટ્સએપ અને ટેલિગ્રામ ન ચાલતા અને વેબ વર્ઝન 6 કલાકમાં લોગઆઉટ થઈ જવાનું હતું. સિમ બાઈડિંગના નિયમ અનુસાર મેસેજિંગ પ્લેટફોર્મને પોતાની સર્વિસ મોબાઈલ ડિવાઈસ પર ત્યારે જ આપવાની રહેશે જ્યારે એમા સિમ એક્ટિવ હોય. 28 નવેમ્બર, 2025 ના રોજ, ટેલિકોમ્યુનિકેશન વિભાગે મુખ્ય એપ-આધારિત કોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર્સને નિર્દેશો જારી કર્યા હતા.
નિયમ આ નક્કી કરાયો
26 ફેબ્રુઆરીથી શરૂ કરીને, તેમની સેવાઓ ડીવાઈસમાં હાજર સક્રિય સિમ કાર્ડ સાથે સતત જોડાયેલ રહે તે સુનિશ્ચિત કરવા અને 28 માર્ચ સુધીમાં પાલન અહેવાલ સબમિટ કરવા સૂચના આપવામાં આવી. ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ સિમ-બંધનકર્તા નિર્દેશો એક સુરક્ષા ખામીને દૂર કરવા માટે જારી કર્યા હતા જેનો સાયબર ગુનેગારો ડિજિટલ છેતરપિંડી કરવા માટે મોટા પાયે - ઘણીવાર સરહદો પાર - ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. DoT અનુસાર, સંકળાયેલ સિમ કાર્ડ દૂર કર્યા પછી પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કોલિંગ એપ્લિકેશનો પરના એકાઉન્ટ્સ કાર્યરત રહે છે.