Tue Jul 14 2026

Logo

આવતીકાલે બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાશે, જાણો ટ્રેન લિસ્ટ?

2026-07-14 20:05:42
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં વિરાર-દહાણુ રોડની ચોથી લાઈન પરિયોજના અંતર્ગત કેલવે રોડ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઈંટરલોકિંગ સિસ્ટમ અને ઢાળના કમિશનિંગ કાર્યને સુગમ બનાવવા માટેનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. જેના માટે પશ્ચિમ રેલવે દ્વારા 15 જુલાઈએ કેલવે રોડ સ્ટેશન પર પ્રિ-નોન-ઇન્ટરલોકિંગ અને નોન-ઈન્ટર લોકિંગ બ્લોક લેવામાં આવશે. 

મળતી વિગતો અનુસાર પ્રિ-નોન-ઇન્ટરલોકિંગ બ્લોક દરમિયાન કેલવે રોડ પર સિગ્નલિંગ સાધનોની પૂર્વ વ્યવસ્થા પોઇન્ટ વાયરિંગમાં સંશોધન અને અન્ય સબંધિત સિગ્નલિંગ કાર્ય કરવામા આવશે ત્યાર બાદ બુધવારે 15 જુલાઈ 2026ના સવારે 8.10 વાગ્યાથી કેલવે રોડ સ્ટેશન પર નવા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ અને કવચ અને સિસ્ટમનું કાર્ય કરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અમુક ઉપનગરીય ટ્રેન સેવાઓ સંપૂર્ણ રદ્દ રહેશે, જયારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આ સિવાય અમુક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની અવરજવર પણ રેગ્યુલેટ કરવામાં આવશે. 

આવતીકાલની રદ થનારી લોકલ ટ્રેન

1. બોઇસરથી 8.35 વાગ્યે ચાલનારી ટ્રેન સંખ્યા 61001 બોઇસર-વસઈ રોડ મેમુ રદ્દ રહેશે. 
2. દહાણુ રોડથી 9.37 વાગ્યે ચાલનારી ટ્રેન સંખ્યા 93012 દહાણુ રોડ-વિરાર લોકલ રદ્દ
3. દહાણુ રોડથી 10.22 વાગ્યે ચાલનારી ટ્રેન સંખ્યા 93014 દહાણુ રોડ-વિરાર લોકલ રદ્દ
4. વિરારથી 9.30 વાગ્યે ચાલનારી ટ્રેન સંખ્યા 93013 વિરાર-દહાણું રોડ લોકલ રદ્દ રહેશે 
5. ચર્ચગેટથી 8.49 વાગ્યે ચાલનારી ટ્રેન ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ રદ્દ રહેશે

15 જુલાઈ 2026 રેગ્યુલેટ ટ્રેનની યાદી 

. દહાણુ રોડથી સવારે ૦૭:૧૭ કલાકે ઉપડતી ટ્રેન નંબર ૯૩૨૦૨ દહાણુ રોડ–ચર્ચગેટ લોકલને ૨૫ મિનિટ માટે રેગ્યુલેટ રાખવામાં આવશે.
. ટ્રેન નંબર ૧૨૯૨૨ સુરત–મુંબઈ સેન્ટ્રલ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને ૨૫ મિનિટ માટે નિયંત્રિત કરવામાં આવશે.
. દહાણુ રોડથી સવારે ૦૮:૩૫ કલાકે ઉપડતી ટ્રેન નંબર ૯૩૦૧૦ દહાણુ રોડ–બોરીવલી લોકલને ૨૫ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
. ટ્રેન નંબર 22962 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને 1 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
. ટ્રેન નંબર 12934 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસને 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
. ટ્રેન નંબર 12932 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસને 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
. ટ્રેન નંબર 82902 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસને 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
. ટ્રેન નંબર 69139 બોરીવલી–વલસાડ મેમુ ને 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
. ચર્ચગેટથી સવારે 07:11 વાગ્યે ઉપડતી ટ્રેન નંબર 93009 ચર્ચગેટ–દહાણુ રોડ લોકલને 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
. ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનસ–ઉધના ​​સ્પેશિયલને 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
. ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

શોર્ટ ટર્મિનેટ થતી ટ્રેન

1. 15 જુલાઈના પોતાની યાત્રા શરૂ કરતી ટ્રેન નંબર 19002 સુરત–વિરાર એક્સપ્રેસ પાલઘર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
2. 15 જુલાઈના સવારે 05:49 વાગ્યે ડોંબિવલી ઉપડતી ટ્રેન નંબર 61002 ડોમ્બિવલી–બોઈસર મેમુ વસઈ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
3. 15 જુલાઈના પોતાની યાત્રા શરૂ કરતી ટ્રેન નંબર 59039 વિરાર–વલસાડ પેસેન્જર પાલઘર સ્ટેશનથી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.