વેસ્ટ ઈન્ડિઝમાં એક ડોમેસ્ટિક ક્રિકેટ મેચ દરમિયાન પીચ ખુબ જ જોખમકારક જણાતા મેચ રદ કરવાની ફરજ પડી હતી. સર વિવ રિચાર્ડ્સ સ્ટેડિયમ રમાઈ રહેલી આ મેચનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, બોલરે ફેંકેલો બોલ બધું પડતો બાઉન્સ થઇને બેટરના હેલ્મેટ પર વાગે છે, બેટર પડી જાય છે, ઉભો થઇને હેલ્મેટને લાત મારે છે, ત્યાર બાદ મેચને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ હેઠળ લીવર્ડ આઇલેન્ડ્સ અને ત્રિનિદાદ એન્ડ ટોબેગો વચ્ચે રમાયેલી મેચ રમાઈ રહી હતી. ત્રિનિદાદ એન્ડ ટોબેગોના ફાસ્ટ બોલર જેડેન સીલ્સે કુલ સાત વિકેટ લીધી હતી. એક બોલ ઉછાળીને લીવર્ડ આઇલેન્ડ્સના બેટરના જેરેમિયા લુઇસના હેલ્મેટ પર વાગ્યો હતો. વિડીયોમાં જોવા મળે છે કે બોલ ધાર્યા કરતા ઘણો વધારે બાઉન્સ થયો હતો. બેટર જેરેમિયા લુઇસ તરત જ જમીન પર પડી ગયો, અને તેનું હેલ્મેટ પણ નીકળી ગયું. રોષે ભરાયેલા લુઇસે તેના હેલ્મેટને લાત મારી અને મેદાનની બહાર ચાલ્યો ગયો.
લુઇસને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેને કોઈ ઈજાની જાણ થઇ નથી. મેચ રદ કરવામાં આવી ત્યારે લીવર્ડ આઇલેન્ડ્સનો સ્કોર 140/7 હતો, આ તમામ સાત વિકેટ સીલ્સે લીધી હતી.
Jayden Seales has claimed the first seven wickets to fall in an innings for Trinidad & Tobago against Leeward Islands, but looks set to be denied the chance to take 10 with the game halted due to a dangerous pitch. The last ball before the suspension is not for the faint-hearted pic.twitter.com/o4G5ULiSAh
— Ben Gardner (@Ben_Wisden) April 21, 2026
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝનું નિવેદન:
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ આ મેચ અંગે એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું કે સર વિવ રિચાર્ડ્સ સ્ટેડિયમની પિચની જોખમકારક સ્થિતિને કારણે મેચ રદ કરવામાં આવી છે.
CWI જણાવ્યું કે ચેમ્પિયનશિપ ફાઇનલ સુધી સર વિવ રિચાર્ડ્સ સ્ટેડિયમમાં કોઈ મેચનું આયોજન નહીં થાય. મેચ માટે સલામત સર્ફેસ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે.