Mon Sep 07 2026

Logo

પશ્ચિમ બંગાળમાં આરજી કર મેડિકલ કોલેજ રેપ અને હત્યા કેસની સીબીઆઇને પુન: તપાસ શરૂ કરી

2026-06-15 20:41:39
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં આરજી કર મેડિકલ કોલેજ રેપ અને હત્યા કેસની સીબીઆઇને પુન: તપાસ શરૂ કરી

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં મમતા બેનર્જી સરકાર સમયે ખૂબ ચર્ચામાં રહેલા આરજી કર મેડીકલ કોલેજમાં ટ્રેઇની ડોકટર પર રેપ અને હત્યાના કેસની પુન: તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે સીબીઆઇ સક્રિય થઇ છે. જેમાં સીબીઆઇ અધિકારીઓ આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસની મુલાકાત લીધી હતી.

સીબીઆઇની ટીમની રચના કરવામાં આવી 

આ અંગે મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ સીએમ સુવેન્દુ અધિકારીએ આ કેસની ફરીથી તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. જેની માટે સીબીઆઇની ટીમની રચના કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમમાં છ અધિકારીઓનો સમાવેશ થાય છે.જેમાં એક સંયુક્ત નિયામક સ્તરના અધિકારી પણ છે.

આ અંગે સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એજન્સીની એક ટીમ હોસ્પિટલના પ્રિન્સિપાલ, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, વાઇસ પ્રિન્સિપાલ અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તેઓ હોસ્પિટલની અંદરના ચોક્કસ વિસ્તારનું પણ નિરીક્ષણ કરી શકે છે જ્યાં ગુનો થયો હતો. 

પશ્ચિમ બંગાળના  આરોગ્ય પ્રધાને પીડિતના માતા પિતા સાથે બેઠક કરી હતી 

આ  પૂર્વે પશ્ચિમ બંગાળના  આરોગ્ય પ્રધાન શરદવત મુખર્જીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રાજ્ય સરકારે આરજી કાર કેસ સંબંધિત ફાઇલો ફરીથી ખોલી છે. મુખર્જીએ કેસની તપાસ અને સંચાલનમાં કથિત ખામીઓ અંગે પીડિતાના માતા-પિતા સાથે લગભગ દોઢ કલાક સુધી બેઠક કરી હતી.