Thu Jun 18 2026

Logo

બંગાળ SIR 'અંતિમ' યાદી જાહેર: 60 લાખ તપાસ હેઠળ અને 5 લાખ નામો બાદ થયા

2026-03-01 10:36:00
Author: Savan zalariya
Article Image

કોલકાતા: આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે, એ પહેલા  ઇલેકશન કમીશન ઓફ ઇન્ડિયા(ECI) એ શનિવારે પશ્ચિમ બંગાળ માટે અંતિમ મતદાર યાદીનો પ્રથમ ભાગ જાહેર કર્યો છે. ચાર મહિના સુધી ચાલેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ 7.04 કરોડ મતદારોની યાદીમાં જાહેર કર્ચ્વામાં આવી છે, જ્યારે 60.18 લાખ નામો તપાસ હેઠળ છે અને 5 લાખ બાદ કરવામાં આવ્યા છે.

અહેવાલ 60 લાખ લોકોને વિવાદાસ્પદ "logical discrepancy” શ્રેણી હેઠળ રાખવામાં આવ્યા છે. આ મતદારોની અંતિમ સ્થિતિ ન્યાયિક અધિકારીઓ સમક્ષ સુનાવણી દ્વારા નક્કી કરવામાં આવી રહી છે.

મસ્લિમ વિસ્તારોમાં વધુ શંકાસ્પદ કેસો:
ECIના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ SIR પછી બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એ લગભગ 60 લાખ શંકાસ્પદ મતદારોના કેસોની ઓળખ કરી છે. નિયુક્ત ન્યાયાધીશો દ્વારા મંજૂર કરવામાં આવે અને તેમના નામ પૂરક મતદાર યાદીમાં સામેલ થાય તો જ તેઓ મત આપવા માટે પાત્ર બનશે.

મુસ્લિમ બહુમતી ધરાવતા બે જિલ્લાઓ મુર્શિદાબાદ અને માલદામાં શંકાસ્પદ મતદારોની સંખ્યા સૌથી વધુ છે. મુર્શિદાબાદ આવા 11,011,45 કેસ છે, જ્યારે માલદામાં આવા 828,127 કેસ છે.

સુપ્રીમ કોર્ટે આપ્યા હતાં નિર્દેશ:
સુપ્રીમ કોર્ટે 24 ફેબ્રુઆરીના રોજ ECIને નિર્દેશ આપ્યો હતો કે શેડ્યૂલ મુજબ 28 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ બંગાળ માટે મતદાર યાદી જાહેર કરે. શંકસ્પદ કેસોનો ચુકાદો આવે એ મુજબ, પૂરક યાદીઓ પ્રકાશિત કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. 

પૂરક મતદાર યાદીઓ ક્યારે જાહેર કરવામાં આવશે એની સમયરેખા હજુ સુધી આપવામાં આવી નથી. ચૂંટણી નજીક આવી રહી હોવાથી આ મુદ્દો જટિલ બની શકે છે.