Sat May 02 2026

Logo

પશ્ચિમ બંગાળ ચૂંટણીની મતગણતરી પૂર્વે ફાલ્ટામાં વિવાદ, ભારે સુરક્ષા દળો તૈનાત

2026-05-02 15:54:00
Author: chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્વે રાજકીય ધમાસાણ શરૂ થયું છે. જેમાં દક્ષિણ- 24 પરગણા જિલ્લાના ફાલ્ટામાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કરતા તણાવ વધ્યો છે. જેમાં લોકોએ આરોપ લગાવ્યો હતો કે  તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેના પગલે આ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

ફાલ્ટામાં પુન: મતદાન કરાવવાની માંગ 

જેમાં પ્રદર્શનકારીઓએ ફાલ્ટામાં પુન: મતદાન કરાવવાની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ટીએમસી સમર્થકો તેમને ધમકાવી રહ્યા છે. તેમણે સુરક્ષા  માટે  કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)તૈનાત કરવાની પણ માંગ કરી હતી.

સ્થાનિક ટીએમસી નેતાએ તેમને ધમકી આપી હતી

ટીએમસી કાર્યકરો  વિરોધ કરી રહેલા સ્થાનિકોમાં ઘણી મહિલાઓ પણ હતી. તેમણે  પોતાની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી અને કથિત રીતે ધમકીઓ આપનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. એક મહિલાએ જણાવ્યું કે સ્થાનિક ટીએમસી નેતાએ તેમને ધમકી આપી હતી. તેમજ લોકોને  ચેતવણી આપી હતી કે જો તેમના સમર્થકો જીતશે  તો તેમના ઘરોને આગ લગાવી દેવામાં આવશે. 

આ વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા 

જેના પગલે  વહીવટીતંત્રે આ વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ  અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને મુખ્ય સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સીઆરપીએફના સશસ્ત્ર વાહન પણ તૈનાત કરવામાં આવ્યા છે.