Thu Sep 10 2026

Logo

પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગે સુધીમાં સરેરાશ 79 ટકા મતદાન

2026-04-29 16:36:00
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગે સુધીમાં સરેરાશ 79 ટકા મતદાન

પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગે સુધીમાં સરેરાશ 79 ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે  142  બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં બપોરે 3 વાગે સુધીમાં સરેરાશ 79 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં  મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ ચોથી વખત સત્તામાં પાછા ફરવા માટે પ્રયત્નશીલ છે. જ્યારે  ભાજપે રાજ્યમાં સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. 

હુગલીમાં 80.77 ટકા મતદાન 

જેમા હુગલીમાં 80.77 ટકા, હાવડામાં 77.73 ટકા, કોલકાતા ઉત્તર 78.00 ટકા, કોલકાતા દક્ષિણ 75.38 ટકા, નાદિયા 79.79 ટકા, ઉત્તર 24 પરગણા 77.39 ટકા , પૂર્વ વર્ધમાન 83. 11 ટકા અને દક્ષિણ  24 પરગણા 76. 75 ટકા મતદાન નોંધાયું છે. 

ચૂંટણીના બીજા તબક્કા અનેક જગ્યાઓએ હિંસા 

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા અનેક જગ્યાઓએ હિંસા થઇ છે. જેમાં હાવડામાં ચાલુ મતદાન દરમિયાન હંગામો અને હિંસક અથડામણના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. હાવડામાં એક મતદાન મથક પર EVM માં ખામી સર્જાતા હોબાળો મચી ગયો હતો. બગડતી પરિસ્થિતિને જોતા સુરક્ષા દળોએ બેકાબૂ ભીડને વિખેરીને મામલો શાંત પાડ્યો હતો. 

અનેક જગ્યાઓએ ઇવીએમને લઇને ફરિયાદ 

આ ઉપરાંત  અનેક જગ્યાઓએ ઇવીએમને લઇને ફરિયાદ આવી રહી છે. જેમાં ડાયમંડ હાર્બર વિસ્તારના ફાલ્ટામાં ઇવીએમ પર ભાજપના વિકલ્પ પર ટેપ ચોંટાડવામાં આવી હોવાનો આરોપ લગાવતા ભાજપે ફરિયાદ નોંધાવી છે.જેની બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે જે જગ્યાએ આવી  ગડબડી જોવા મળશે ત્યાં ફરીથી મતદાન કરાવવામાં આવશે.