અબ્બુ-અમ્મીને તાળવે ચિંતા ચોંટી ગઇ હતી ને ભયનો ભોરિંગ આભડી ગયો હતો.
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
‘રૂમ ચાહિયે...’ સજ્જને કહ્યું.
‘કિતને દિન કે લિયે ચાહિયે?’ દામોદર લોજના મૅનેજરે પૂછ્યું.
‘દો દિન... ગોપાલેશ્ર્વર ચાહેંગે તો કુછ દિન ઓર રહે લેંગેં...’
મૅનેજરે નામઠામ, સ્થળ, શહેર ભરવા માટે રજિસ્ટર સામે મૂક્યું.
‘આપ હી ભર દો... નામ અમર બાબુ. મુંબઇ એડ્રેસ... મોબાઇલ નંબર’
અમર બાબુએ સરનામું અને મોબાઇલ નંબર પણ ફટાફટ લખાવી દીધાં.
‘રૂમ નંબર 202...’ મૅનેજરે એના હાથમાં ચાવી આપી. અમર બાબુએ નાની બૅગ ઉઠાવી.
‘આપ રહેને દિજિયે... મૈં રૂમ મેં રખવા દુંગા,’ મૅનેજર બોલ્યો.
‘ધન્યવાદ’, અમર બાબુ સ્મિત આપીને કાઉન્ટર સામે લિફ્ટની રાહ જોતો ઊભો રહ્યો.
‘પહેલા દર્શન સુબહ છેહ બજે હૈ. જય ગોપાલેશ્ર્વર.’ મૅનેજરે કહ્યું.
‘જય ગોપાલેશ્ર્વર.’ અમર બાબુ લિફ્ટમાં ઉપર ગયો.
રાઘવની પૂરપાટ દોડતી બાઇક જગદીશની ધરમશાળાએ જઇને ઊભી રહી. રાઘવ કાઉન્ટર પર થોભ્યો નહીં. બાજુની પથારીમાં સૂતેલા જગદીશને પણ ઉઠાડ્યો નહીં.
જઈને રાધાના રૂમના દરવાજે ટકોરા માર્યા. રાધાએ દરવાજો ખોલ્યો.
રાઘવે રાધાના હાથમાં ચિઠ્ઠી પકડાવી. ચિઠ્ઠી વાંચીને રાધાએ રાઘવની સામે જોયું.
‘રાધા, આ ચિઠ્ઠી... આ દાનપેટીનું રહસ્ય શું છે? પોસ્ટમૉર્ટમના રિપોર્ટ બાબતે પણ મને શંકા છે. રાધા, મને લાગે છે કે તું
મારાથી કંઈક છુપાવે છે. તને મારા શંકા છે. જો, આપણે એકબીજા સાથે ઇન્ફોર્મેશન શેર કરીશું તો ઓપરેશન આસાન બનશે.’
રાઘવે કહ્યું.
રાધાએ રાઘવના હાથમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ મૂક્યો. આ છે સાચો રિપોર્ટ. ‘પુરોહિતનું ઝેર આપીને મર્ડર કરાયું છે.’ રાધા બોલી.
‘સરકારી હોસ્પિટલમાં મેં જ બધી ગોઠવણ કરી આપી અને તેં જ મારાથી છૂપાવ્યું...?’
‘મને હતું કે તું તપાસનો દોર હાથમાં લઇને ત્રાસવાદીઓને ખતમ કરવા શસ્ત્રોનો ઉપયોગ કરીશ અને અહીં લોહીની નદીઓ વહેશે. જે હું બીલકુલ ઇચ્છતી નથી. અને બીજું, જો આઇબી ચીફને ખબર પડે કે મેં તારી અસલિયત છુપાવીને તારી મદદ લીધી છે તો હું ખોટી ઠરું. મારી કરીઅર પર કાયમ માટે કલંક લાગી જાય.’
‘રાજપૂત છું. જુબાન આપીને ફરી નહીં જાઉં.’
‘આઇ એમ સોરી રાઘવ.’ રાધા બોલી. રાઘવ રિપોર્ટ વાંચી રહ્યો હતો.
‘રાધા, નક્કી સાધુ જ દાનપેટીમાં આ ચિઠ્ઠી મૂકીને ફરાર થઇ ગયો છે.’
‘ગુપ્તાની દુકાનમાં કામ કરતા શંકરને ઓળખે છેને?’ રાધાએ પૂછ્યું.
‘હા, એનું શું છે?’ રાઘવે પૂછ્યું.
‘રાઘવ, મને ખાતરી છે કે શંકર અને સાધુ વચ્ચે કોઇ કનેક્શન છે.’
‘શંકર અને સાધુ વચ્ચે કનેકશન !’ રાઘવને આશ્ચર્ય થયું.
‘અમે નક્કી કર્યા મુજબ પુરોહિત શંકરના મંદિરની દાનપેટીમાં ચિઠ્ઠી મૂકવા ગયા હતા જેમાં એમણે ચિઠ્ઠીમાં શંકાસ્પદ માણસનું વર્ણન લખ્યું હતું. મને લાગે છે કે એ શંકાસ્પદ માણસ શંકર હોવો જોઈએ. હું મોડી રાતે ચિઠ્ઠી કાઢવા ગઈ ત્યારે દાનપેટી જ ગૂમ હતી... બીજે દિવસે પુરોહિત મૃત હાલતમાં મળી આવ્યા. બીજું, પુરોહિતે આગલે દિવસે મને મોબાઇલ પર શંકર શંભો એવું કહ્યું હતું. જય ગોપાલા બોલનારા પુરોહિત ત્રણવાર શંકર શંભો બોલ્યા. લાગે છે કે એ મને કોઈ સંકેત આપવા માગતા હતા.’
‘ઓહ. સાધુને ખાતરી હતી કે ચિઠ્ઠી લેવા માટે કોઈક તો આવશે જ અને પોતે પકડાઈ જશે એટલે જ એ દાનપેટીમાં ધમકી લખીને ગાયબ થઈ ગયો,’ રાઘવે કહ્યું.
‘યસ... સાધુને ખયાલ આવી ગયો કે પગેરું એની તરફ વળશે, પણ એને કદાચ ખબર નથી કે શંકર નામનું પ્યાદું હજી આપણી રેન્જમાં છે,’ રાધા બોલી.
‘સાધુ ગામ છોડીને નહીં જ ગયો હોય... પહેલાં હું શંકરને ઊંચકી લઉં છું,’ રાઘવ બોલ્યો.
‘ના રાઘવ, એને ઊંચકવાની ઉતાવળ નથી કરવી. ગુપ્તાને
એની પર નજર રાખવા દે... એક ઠોસ સબૂત મળવા દે,’
રાધા બોલી.
‘રાધા, હવે ટાઇમ બગાડવો નથી,’ રાઘવે કહ્યું.
‘આપણે એનું શસ્ત્ર... એનો ઇરાદો પકડવો છે. એને પકડીને થર્ડ ડિગ્રીથી ઓકાવશું તોય મોં નહીં ખોલે ને ખતમ કરી નાખીશું તો એની સાથે એનો ઇરાદો પણ દફન થઈ જશે.’
રંગે હાથ પકડાઈ ગયા પછી ઝૈનાબનાં અબ્બુ અને અમ્મીને હજારો કીડીઓ એકી સાથે શરીર પર ચટકા ભરી રહી હોય એવું લાગતું હતું. બંનેને તાળવે ચિંતા ચોંટી ગઈ હતી ને ભયનો ભોરિંગ આભડી ગયો હતો. કોઈ રસ્તો સૂઝતો નહતો. ઝૈનાબ ઑફિસે ગઈ પછી બંને કોઈ માર્ગ કાઢવા દિમાગ ખોતરી રહ્યાં હતાં.
‘કૂછ ભી હો જાય... મૈં અજમલ કા પતા ઢૂંઢને વાલા નહીં,’ ફાટેલ મગજના અબ્બુએ જે મનમાં આવ્યું તે બકી નાખ્યું.
‘એસા નહીં કરેંગેં તો હમ ફંસ જાયેગેં...’ અમ્મી ઠંડે કલેજે બોલી.
‘ઝૈનાબ કૂછ નહીં કર પાયેગી. વો હમેં પકડવાને કી કોશિશ કરેગી તો ખુદ ભી ફંસેગી. ઇતની અક્કલ તો ખુદાને દી હોગી ઉનકો...’ અબ્બુ બોલ્યો.
‘મેરી બાત માનો, અજમલ કા પતા લગાઓ ઔર ઝૈનાબ કો બતા દો... હમ બચેંગેં ઔર ઝૈનાબ ભી... વો ભી યહી ચાહતી હૈ...’ અમ્મીએ કહ્યું.
‘નહીં મૈં ડૂબુંગા તો સબ કો સાથ લે કર...’ અબ્બુનો અસલી મુસલમાની મિજાજ બોલ્યો.
‘મૈં હમ સબ બચ જાયેં એસા રાસ્તા દિખાતી હું ઔર આપ સમંદર કે ભંવર મેં સબ કો લે કર ડૂબના ચાહતે હો...’ અમ્મી ઊંચા અવાજે બોલી.
‘ઝૈનાબ ન ડૂબેગી, ન હમેં ડૂબને દેંગી,’ અબ્બુ બોલ્યો.
‘ઝૈનાબ કો મૈં અચ્છી તરહા જાનતી હું... ઉસને હમારે ભલે કે લિયે રાસ્તા નિકાલા હૈ...’ અમ્મીએ કહ્યું.
‘લગતા હૈ... મુઝે ઝૈનાબ કા કૂછ કરના પડેગા...’ અબ્બુ બોલ્યો.
‘ક્યા કરોગે મેરી બેટી કે સાથ... માર દોગે ઉસે...? ઇસ સે તો અચ્છા હૈ કી...’ કહીને અમ્મી અંદરના રૂમમાં જઇને તરત જ પાછી આવી.
‘લો યે ઝહર... હમ દોનોં પી લેતેં હૈં ઔર ખતમ કર દેતે હૈં યે કિસ્સા.’
‘નૂર, મેરી બાત સૂનો. મૈં કૂછ રાસ્તા નિકાલતા હું...’ રહેમત અલીએ નૂરના હાથમાંથી ઝેરની શીશી લઈ લેતાં કહ્યું.
પાસપોર્ટ ઑફિસની બાજુમાં આવેલા કૉફી હાઉસમાં હેટ પહેરીને બેઠેલો ટોની વારેવારે કાંડા ઘડિયાળમાં જોઈ લેતો હતો ને બ્લૅક કૉફીની સિપ મારી લેતો હતો. થોડીવારમાં ઝૈનાબ આવીને સામે બેસી ગઈ.
‘ફોન કર લેતી...’ ટોનીએ કહ્યું.
‘હમારા મિલના ઝરૂરી થા,’ ઝૈનાબ બોલી.
‘કૂછ પતા ચલા...?’ ટોની બોલ્યો.
‘કામ ચલ રહૈ હૈ...’ નાનો પોઝ લઈને બોલી: ‘આપકે સાથ એક દૂસરી ખબર શેર કરની થી...’
‘બોલો...’
‘મૈં આપકો બાયપાસ કરના નહીં ચાહતી. ઇસલિયે મુઝે આપ કે સામને હી અભય રાઠૌડ સર કે સાથ એક ઇન્ફર્મેશન શૅર કરની હૈ.’ ઝૈનાબે કહ્યું.
ટોનીએ કૉફીની સિપ મારી. પછી આલરીને આરામથી બેસતાં કહ્યું: ‘કરો બાત.’
ઝૈનાબે મોબાઇલ પરથી કૉલ લગાડ્યો. થોડી ક્ષણો બાદ સામેથી અવાજ આવ્યો: ‘હેલો.’
‘સર, વો બંદા કૂછ દિન અહમદાબાદ મેં થા. કલ હી યહાં સે નીકલ ચુકા હૈ. કહાં ગયા હૈ... ઉસકા પતા લગા રહી હું... ઔર એક બાત સમંદર ખાન નામ કા શખ્સ ઉસકા હૅન્ડલર હૈ...’
‘જલ્દ હી પતા લગાઓ...’ રાઠૌડે કહ્યું.
‘જી સર. સમંદર બહુત ગહેરા હૈ...યે કોઈ છોટી મછલી નહીં...’ ઝૈનાબ વાત કરતાં કરતાં કૉફી હાઉસની બહાર ગઈ. ટોનીની નજર પણ પારદર્શક કાચની પાર ઝૈનાબ પર હતી.
ઝૈનાબ સાંજે ઘરે આવી. ખુશખુશાલ હતી. એણે અબ્બુ અને અમ્મી સામે જોયું બંને માયુસ હતાં.
‘અરે આપલોગ ઇતને માયુસ ક્યું હો... મૈં હું ના... આપ બીલકુલ ફિકર ના કરેં,’ ઝૈનાબે કહ્યું.
‘ઝૈનાબ બેટા, તુમ્હારી અમ્મી ઔર મૈં દોનોં કલ ઝહેર પી કર મરને કા સોચ રહે થે...’ અબ્બુ બોલ્યો.
‘ક્યા...? ઝહેર પી કર... આપલોગ ભી ક્યા.... એસી છોટી બાત કો લે કર ઝહેર... છી... છી.... મેરે હોતે હુએ આપ એસા સોચતે હો...’ ઝૈનાબે કહ્યું.
‘બેટા, તુમ બતા દો કી તુમ કિસ કે લિયે કામ કરતી હો...’ અબ્બુએ મનને મૂંંઝવતો પ્રશ્ર્ન કર્યો.
‘મૈં આઇબી ઔર રો કે લિયે કામ કરતી હું.’
અબ્બુ અને અમ્મી એકબીજાની સામે જોઈ રહ્યાં... એમને જોઈતી હતી એ માહિતી મળી ગઈ. એક જ ઘરમાં દેશદ્રોહી અને દેશપ્રેમીની છાવણીઓ સામસામે હતી. બંને છાવણીઓ વચ્ચે એક લકીર ખેંચાઇ ગઇ હતી.
‘મૈને સોચા હૈ કી આપ દોનોં કો બચાને કે લિયે મૈં ડબલ એજન્ટ બનુંગી....’
(ક્રમશ:)