રોકાણકારોને લાગી રૂ. ૬૩,૫૦૦ કરોડની લોટરી
નિલેશ વાઘેલા
મુંબઈ: વેદાંત ગ્રુપે એક સાથે તેની ચાર ડિમર્જ્ડ કંપનીનું બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ કરાવીને એક ઇતિહાસ સર્જ્યો છે. આ કંપનીઓમાં વેદાંત એલ્યુમિનિયમ મેટલ, વેદાંત પાવર, વેદાંત ઓઇલ એન્ડ ગેસ અને વેદાંત આયર્ન એન્ડ સ્ટીલનો સમાવેશ થાય છે.
વેદાંતના લાંબા સમયથી રાહ જોવાતી ડિમર્જરનો અંત ચાર નવી કંપનીના સ્વરૂપે લિસ્ટિંગ સાથે થયો, જેના કારણે શેરધારકોના મૂલ્યમાં લગભગ રૂ. ૬૩,૫૦૦ કરોડનો વધારો થયા હતોે. ૨૯ એપ્રિલના ડિમર્જરની એક્સ-ડેટ પછી, રોકાણકારોએ લિસ્ટિંગ સમયે આશરે ૨૨.૫૦ ટકાના વધારાનો લાભ મેળવ્યો હતો, જ્યારે પાંચ સ્ટેન્ડઅલોન એન્ટિટીનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩.૦૨ લાખ કરોડથી વધીને રૂ. ૩.૬૬ લાખ કરોડ થયું હતુ.
નોંધવું રહ્યું કે, ૨૯ એપ્રિલની એક્સ-ડેટ પહેલાં, વેદાંત લિમિટેડનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૭૭૩.૨૫ના શેર ભાવે રૂ. ૩,૦૨,૩૭૧ કરોડ હતું. ડિમર્જર એડજસ્ટમેન્ટ અને આજના મલ્ટી-લિસ્ટિંગ ઇવેન્ટ પછી, પાંચ અલગ એન્ટિટીનું સંયુક્ત બજાર મૂલ્ય રૂ. ૩,૬૫,૮૩૦ કરોડ સુધી વધી ગયું હતું. આ કોર્પોરેટ એક્શન દરમિયાન જે શેરધારકોએ સ્ટોક જાળવી રાખ્યો હતો, તેમને આ તબક્કે લગભગ રૂ. ૬૩,૫૦૦ કરોડનો બજાર મૂડીકરણ લાભ મેળવ્યો છે, જે કુલ આશરે ૨૨.૫૦ ટકા વળતર દર્શાવેે છે.
વેદાંત એલ્યુમિનિયમ મેટલના શેર રૂ. ૫૨૭ના ભાવે લિસ્ટેડ થઇને રૂ. ૫૩૮ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જ્યારે વેદાંત પાવર રૂ. ૪૧.૩૦ પર લિસ્ટેડ થઇ રૂ. ૪૩.૩૫ સપધી પહોંચ્યા હતા. વેદાંત ઓઇલ એન્ડ ગેસના શેર રૂ. ૩૯ના ભાવે લિસ્ટ થયા બાદ રૂ. ૪૦.૯૫ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
એ જ રીતે, વેદાંત આયર્ન એન્ડ સ્ટીલના શેર રૂ. ૨૨.૨૫ પર લિસ્ટેડ થયા હતા. બાદમાં, વેદાંત એલ્યુમિનિયમ મેટલના શેર તેમના શરૂઆતના ભાવથી નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા, વેદાંત ઓઇલ એન્ડ ગેસ અને વેદાંત આયર્ન એન્ડ સ્ટીલ પણ નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે, વેદાંત પાવર શરૂઆતના ભાવથી ૩.૬૩ ટકા ઊંચા ભાવે ટ્રેડિંગ કરી રહ્યો હતો.
વેદાંત એલ્યુમિનિયમ મેટલનું માર્કેટ કેપિટલ રૂ. ૧,૯૫,૭૭૩.૫૮ કરોડ હતું, જ્યારે વેદાંત પાવરનું માર્કેટ કેપિટલ રૂ. ૧૬,૭૩૬.૪૬ કરોડ હતું. વેદાંત ઓઇલ એન્ડ ગેસનું માર્કેટ કેપિટલ રૂ. ૧૪,૪૮૭.૯૯ કરોડ અને વેદાંત આયર્ન એન્ડ સ્ટીલનું માર્કેટ કેપિટલ રૂ. ૮,૨૩૧.૩૭ કરોડ હતું. આ બધી કંપનીઓ એનએસઇ પર પણ લિસ્ટેડ થઈ છે.
વેદાંતના ડિમર્જરને ગયા વર્ષે ડિસેમ્બરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ૧:૧ મંજૂર થયેલી ડિમર્જર યોજના હેઠળ, શેરધારકોને હાલમાં લિસ્ટેડ વેદાંત લિમિટેડમાં રહેલા દરેક શેર માટે દરેક ડિમર્જ થયેલી કંપનીનો એક શેર મળશે.
Chat GPT Generated Image