Sun Jul 26 2026

Logo

નૈનિતાલમાં દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ, 52 પુરુષો અને 10 મહિલાઓની ધરપકડ

2026-07-06 21:06:04
Author: Chanrakant Kanoja
Article Image

 નૈનિતાલ: ઉત્તરાખંડના નૈનિતાલના એક્રોન રિસોર્ટમાં દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડીને  52 પુરુષો અને 10 મહિલાઓની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ  મેરઠના એક ઉદ્યોગપતિ ઉમેન્દ્રએ રિસોર્ટમાં બુકિંગ કરાવ્યું હતું. જેમાં  પરવાનગી વિના અશ્લીલ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી પાર્ટી ચાલી રહી હતી. 

વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી

પોલીસની આ કાર્યવાહી દરમિયાન રિસોર્ટનો જનરલ મેનેજર નાસી ગયો હતો.   પોલીસે રિસોર્ટને સીલ કરી દીધું છે અને 52 વ્યક્તિઓ તેમજ જીએમ સામે પોક્સો એક્ટ અને દેહવ્યાપાર  સહિત વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.

મુખ્ય આરોપી ઉમેન્દ્ર મેરઠનો રહેવાસી 

પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી ઉમેન્દ્ર છે જે મેરઠના ટીપી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મુલતાન નગરનો રહેવાસી છે. કરીમ નગરના રહેવાસી મેહરાજુદ્દીન પણ પાર્ટીમાં ભાગ લીધો હતો અને પોલીસે તેની ધરપકડ કરી છે. ઉમેન્દ્ર મેરઠ અને બુલંદશહેર સહિત વિવિધ સ્થળોએ જંતુનાશક દવા અને કૃષિ સાધનોનો વ્યવસાય કરે છે.

મેરઠથી ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું

પોલીસના જણાવ્યા અનુસાર ઉમેન્દ્રએ વિવિધ રાજ્યો અને વિદેશની યુવતીઓને પાર્ટી માટે રિસોર્ટમાં આમંત્રણ આપ્યું હતું. તેણે મેરઠથી ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. તેમજ પૂછપરછ દરમિયાન, ઉમેન્દ્રએ જણાવ્યું હતું કે  બુલંદશહેરમાં એક કંપનીનો માલિક પણ છે. જે કૃષિ સાધનો બનાવે છે. આ  કંપની સાથે સંકળાયેલા લોકોને મનોરંજન માટે નૈનિતાલ લાવ્યો હતો.