Sat Sep 12 2026

Logo

ફિક્કી મહિલા વિંગના અમદાવાદના ચેરપર્સન તરીકે ઉષા જયસ્વાલની પસંદગી, જાણો કોણ છે

2026-04-03 11:15:22
Author: Mumbai Samachar Team
ફિક્કી મહિલા વિંગના અમદાવાદના ચેરપર્સન તરીકે ઉષા જયસ્વાલની પસંદગી, જાણો કોણ છે

અમદાવાદઃ FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO) ના અમદાવાદના ચેરપર્સન તરીકે ઉષા જયસ્વાલની પસંદગી કરવામાં આવી છે. તેઓ સામાજિક પહેલો તેમજ વિવિધ બિઝનેસ ફોરમ્સમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ અમદાવાદમાં સ્થિત ‘એવન્યુ 79’ નામના કન્સેપ્ટ ના સ્થાપક છે.

તેમણે કહ્યું,  વર્ષો દરમિયાન મારા બેન્ચમાર્ક્સ અને અનુભવોમાંથી મેં ઘણું શીખ્યું છે. હવે વધુ મહિલાઓએ આગળ આવીને નેતૃત્વની ભૂમિકાઓ સ્વીકારવાની અને પોતાની ઓળખ બનાવવાની જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું, આ જવાબદારી નિભાવવી મારા માટે ગૌરવની વાત છે અને મહિલાઓના નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા અને સામાજિક પ્રભાવ ક્ષેત્રે FLOની પહેલોને મજબૂત બનાવવા માટે યોગદાન આપવાની તક છે.

નાણાકીય જાગૃતિ અંગે વાત કરતાં, ઉષા જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું કે આવકમાં પારદર્શિતા અને યોગ્ય કર પ્રથાઓ ટકાઉ વ્યાપાર વિકાસ માટે અત્યંત આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે આવક છુપાવવી લાંબા ગાળે યોગ્ય અથવા વ્યવહારુ ઉકેલ નથી.

ઉલ્લેખનીય છે કે FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશનનો એક ભાગ, FLO અમદાવાદ, મહિલા ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને વ્યાવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ચેપ્ટર એ વિવિધ પહેલો અને કાર્યક્રમો દ્વારા તકો ઊભી કરવા, નેટવર્ક બનાવવા અને મહિલા-નેતૃત્વ હેઠળના સાહસોને સમર્થન આપવા માટે સતત કાર્યરત રહ્યું છે.