Thu Jul 09 2026

Logo

અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ, હત્યા અને ખંડણી સહિતના ગુના સામેલ

2026-07-09 22:16:26
Author: Chandrakant Kanoja
Article Image

કેલિફોર્નિયા : ભારત બાદ હવે અમેરિકા પણ કુખ્યાત  લોરેન્સ બિશ્નોઈ ગેંગ ગાળિયો કસાયો છે. જેમાં અમેરિકા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ હત્યા, ખંડણી અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર આરોપો સાથે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. 

લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી  તેની ગેંગ ચલાવી રહ્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ અમેરિકાની એક ગ્રાન્ડ જ્યુરીએ લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જેલમાં હોવા છતાં લોરેન્સ બિશ્નોઈ તેની ગેંગ ચલાવી રહ્યો છે. તેનું નેટવર્ક અનેક દેશોમાં વિસ્તર્યું છે. 

ગેંગ પર હત્યા, ગોળીબાર, ખંડણી, ડ્રગ્સની તસ્કરી સહિતના ગુના 

અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો  છે કે, લોરેન્સ બિશ્નોઈની ગેંગ ભારત, અમેરિકા, કેનેડા, યુકે, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં કાર્યરત હતી. આ ગેંગ પર હત્યા, ગોળીબાર, ખંડણી, ડ્રગ્સની તસ્કરી, અપહરણ અને માનવ તસ્કરી જેવા ગુનાઓમાં સંડોવણીનો આરોપ છે.

ઈન્ટરનેટ કોલિંગનો ઉપયોગ કરાતો 

તેમજ તપાસ એજન્સીઓએ જણાવ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ કોલિંગનો ઉપયોગ કરીને પોતાની ગેંગ ચલાવતો હતો. આ ગેંગ સોશિયલ મીડિયા પર હિંસક ઘટનાઓની જવાબદારી સ્વીકારીને ભય ફેલાવતી હતી.

વોટ્સએપ અને વોઇસ મેસેજથી મારી નાખવાની ધમકી અપાતી 

અમેરિકાના  અધિકારીઓનો દાવો છે કે આ ગેંગ શ્રીમંત ઉદ્યોગપતિઓ અને અગ્રણી વ્યક્તિઓને ધમકી આપીને કરોડો રૂપિયાની ઉઘરાણી કરતી હતી. વોટ્સએપ અને વોઇસ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.

બિશ્નોઈ ગેંગ અમેરિકા અને કેનેડામાં દાણચોરી કરતી

જેમાં આરોપ છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ કોકેઇન, હેરોઈન અને મેથામ્ફેટામાઈનની અમેરિકા અને કેનેડામાં દાણચોરી કરતી હતી. આ ગેંગ અન્ય ડ્રગ સિન્ડિકેટમાંથી માદક દ્રવ્યોની ચોરી કરતી હતી અને તેને વેચતી હતી. તેમજ પંજાબના ગરીબ અને સગીર યુવાનોને પૈસા અને નામના વચનો આપીને ગેંગમાં ભરતી કરવામાં આવતા હતા. જ્યારે ગેંગના વફાદાર સભ્યોને અમેરિકા અને કેનેડા મોકલવામાં આવતા હોવાનું કહેવાય છે.